• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO MORBILatest-NewsOther

*આગામી ૧૩ અને ૨૦ ડિસેમ્બરે મોરબી વિધાનસભા મતવિસ્તારમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાશે*

મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં લોકો સજાગ અને સક્રિય બની વધુને વધુ લાભ લે તેવી જાહેર જનતાને અપીલ કરતાં ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી ડી.એ ઝાલા

મતદાર યાદીમાં નામ ઉમેરવું, કમી કરવું, સુધારવા જેવી કામગીરી કરાશે

સમગ્ર ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે પરંતુ તેમાં પેટા ચૂંટણીના કારણે ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તારને બાકાત રાખવામાં આવેલ હતો. જોકે હવે ચૂંટણી પંચ દ્વારા આગામી બે રવિવાર એટલે કે ૧૩ ડિસેમ્બર અને ૨૦ ડિસેમ્બર રવિવારના દિવસોમાં ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તારમાં મતદારયાદી સુધારણા માટે ખાસ ઝુંબેશ હાથ ધરાશે.

મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી.એ ઝાલાના જણાવ્યા અનુસાર તા.૦૧/૦૧/૨૦૨૧ની લાયકાતની તારીખ સંદર્ભે ચૂંટણી પંચની સૂચના મુજબ મોરબી વિધાનસભા બેઠકના વિસ્તારમાં પણ હવે આગામી ૧૩ અને ૨૦ ડિસેમ્બરના રોજ ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે.

આ કામગીરીમાં જે તે વિસ્તારના મતદાન મથકો ખાતે ડેઝીગ્નેટેડ ઓફિસર મુકાશે. જે સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી ફોર્મ લેવા, ભરવા સહિતની કામગીરી કરી આપશે. મતદારયાદીમાં નામ છે કે કેમ? તે અંગેની પણ ચકાસણી કરી શકશે, તેવી ખાસ વ્યવસ્થા ગોઠવામાં આવેલ છે.

મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્યવે સર્વે લોકોએ પોતાનું મતદાર યાદીમાં નામ ઉમેરવું, નામ કમી કરવું, નામ સુધારવા જેવી કામગીરી કરવામાં આવશે આ કાર્યક્રમમાં લોકો સજાગ અને સક્રિય બની વધુને વધુ લાભ લે તેવી જાહેર જનતાને ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તારનાં મતદાન નોંધણી અધિકારીશ્રી ડી.એ. ઝાલા દ્વારા અપીલ કરવામાં આવી છે.

 

Related posts

*અરણેશ્વર દાદા ના પ્રાગટ્ય વિશે જે કાંઈ માહિતી મળી તેને સંકલન કરી અહીં રજૂ કરવાનો પ્રયત્ન કરું છું*

Hello Morbi

*HELLO MORBI:મોરબી OSEM C.B.S.E. સ્કુલ ખાતે મોરબી જીલ્લા એસ.પી. ની ઉપસ્થિતી માં સાયબર ક્રાઈમ અંગે સેમિનાર યોજાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મોરબી સબ રજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા સાહેબ દ્વારા મહાપ્રસાદ યોજાયો*

editor

Leave a Comment