
આદરણીય સભ્યોશ્રી,
નમસ્કાર!
ભારત વિકાસ પરિષદ-મોરબી તથા IMA MORBI (Indian Medical Association) દ્વારા તા. *૨૨/૦૮/૨૦૨૫, શુક્રવાર* નાં રોજ “*શ્રી રવાપર તાલુકા શાળા*” ખાતે વિદ્યાર્થીનીઓ તથા વિદ્યાર્થીઓ માટે હિમોગ્લોબિન ચેકઅપ તથા બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ. પ્રકાશભાઈ વિડજા (પ્રિ-ક્યોર લેબોરેટરી) અને તેમની ટીમ દ્વરા *૧૫૦ વિદ્યાર્થીઓ* ના બ્લડ સેમ્પલનું કલેક્શન કરવામાં આવ્યું હતું. દરેક વિદ્યાર્થીઓને તેમનું બ્લડ ગ્રુપ સર્ટીફિકેટ અને હિમોગ્લોબિનનો રીપોર્ટ આપવામાં આવશે તેમજ જેને હિમોગ્લોબિનની ઉણપ જણાશે એમને નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવશે. આ કેમ્પમાં ડૉ. જયેશભાઈ પનારા અને ડૉ. ચિરાગભાઈ અઘારા દ્વારા સરળ ભાષામાં પણ ખૂબ જ સુંદર રીતે બાળકોને હિમોગ્લોબિન અંગેની અને એનાં માટે જરૂરી ખોરાક અંગે માહિતી આપવામાં આવી હતી ઉપરાંત આરોગ્યલક્ષી તથા જ્ઞાનાર્જનના માટે બાધક કારણોની પણ માહિતી આપવામાં આવી હતી.આ કેમ્પમાં ભા.વિ.પ. નાં સભ્યો ધ્રુમિલભાઈ આડેસરા, હિરેનભાઈ ધોરિયાણી, મનહરભાઈ કુંડારીયા, વિનુભાઈ મકવાણા વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.આ. કેમ્પમાં કેનેડા વારા મિતુલભાઈ પાવાગઢીનો આર્થિક સહયોગ રહેલ હતો
લી.
હિરેનભાઈ ધોરિયાણી (કોષાધ્યક્ષશ્રી)
ધ્રુમિલભાઈ આડેસરા (સચિવશ્રી)
હિંમતભાઈ મારવણિયા (અધ્યક્ષશ્રી)




