• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજકો દ્વારા બે શહીદ પરિવાર ને સહાય ચૂકવાઈ*

સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન આયોજિત પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજકો દ્વારા શહીદોના પરિવારોને આર્થિક સહાય પૂરી ચૂકવાઈ
મોરબી: તા ૨૩ મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા શહીદ જવાનોના પરિવારોને મદદ કરવાના ઉમદા હેતુ સાથે ‘પાટીદાર નવરાત્રી મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. ફાઉન્ડેશનના અજયભાઈ લોરીયા દ્વારા યોજાતો આ મહોત્સવ કોઈ આર્થિક લાભ માટે નહિ, પરંતુ શહીદોના પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવા માટે યોજાય છે. ત્યારે પ્રથમ નોરતે જ શહીદ જવાનોના બે પરિવારોને સહાય આપવામાં આવી હતી.
નવરાત્રીના પહેલા જ દિવસે જમ્મુ-કાશ્મીરના બે શહીદોના પરિવારોને રૂ. ૧ લાખની સહાય પૂરી પાડવામાં આવી હતી. આ બે શહીદોમાં 28 વર્ષના કરતાર સિંગ હતા, જેઓ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા અને ફાયરિંગ અભ્યાસ દરમિયાન શહીદ થયા હતા. બીજા શહીદ ૩૭ વર્ષના સુરેન્દ્રસિંહ હતા, જેઓ આર્મીમાં ડોક્ટર હતા. કોરોના મહામારી દરમિયાન અન્ય જવાનોના જીવ બચાવતા તેઓ કોરોનાથી સંક્રમિત થયા અને શહીદ થયા હતા. સુરેન્દ્રસિંહ દિલ્હી આર્મી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા.
આયોજકોએ અત્યાર સુધીમાં ૨૬૩ જેટલા શહીદ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડી છે. આ વર્ષે પણ 20 થી 25 શહીદ પરિવારોને સહાય આપવામાં આવશે, જેઓને અન્ય રાજ્યો જેવા કે જમ્મુ કાશ્મીર, હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર, ગુજરાત અને ઉમાંથી પણ અજયભાઈ લોરીયા પોતાના ખર્ચે બોલાવશે.

Related posts

*મોરબીમાં ચશ્માની દુકાનો સોમવાર સુધી સાંજના 4 વાગ્યા બાદ બંધ રહેશે*રીટેલ ઓપ્ટીકલ એશોશીએશન દ્વારા લેવાયો નિર્ણય*

Hello Morbi

*ટંકારા તાલુકા યુવા ભાજપ અધ્યક્ષ પ્રશાંત કોરાટ ટંકારા તાલુકા ના પ્રવાસે*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા*

Hello Morbi

*બાલંભા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સરકારશ્રીની ગાઈડલાઈન્સ મુજબ કોવિડ સીલ વેક્સિન આરોગ્ય કર્મચારી ને આપવામાં આવી*

Hello Morbi

Leave a Comment