• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શનાળા ચોકડીએ ગેરકાયદે દબાણો ઉપર મકાન અને માર્ગનું બલ્ડોઝર ફરી વળ્યું*

દબાણો હટાવ્યા બાદ મોટું સર્કલ નિર્માણ કરી ટ્રાયએન્ગલ રસ્તાનું થશે નિર્માણ

રાજપરથી રાજકોટ જતા વાહનચાલકો માટે માર્ગ બનશે મોકળો

મોરબી: શનાળા રોડ ઉપર રાજપરથી રાજકોટ જવાના રસ્તે આજે શુક્રવારે સવારે ગેરકાયદે દબાણો પર માર્ગ અને મકાન વિભાગનું બુલડોઝર ફરી વળ્યું હતું. દબાણો દૂર થયા બાદ હવે આ સ્થળે મોટું સર્કલ બનાવી ટ્રાયએંગલ રસ્તાનું નિર્માણ કરી ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવશે.                                                                               શનાળા રોડ પર રાજપરથી રાજકોટ જવાના માર્ગે આજે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. સવારથી માર્ગ અને મકાન વિભાગ સ્ટાફ બુલડોઝર સાથે અહીં પહોંચી ગયો હતો અને પટેલ સમાજ પાસે બેથી વધુ દુકાનો તથા સાતેક જેવા રહેણાંક મકાનના ફળિયા અને ઢાળીયા તોડી પાડવામાં આવ્યા હતા. આ જગ્યા પરના દબાણો દૂર થતાં હવે અહીં રસ્તો પહોળો થશે તથા સર્કલ મોટું કરીને વાહનચાલકો માટે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેવી વ્યવસ્થા કરાશે તેમ માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશ આદ્રોજાએ જણાવ્યું હતું.

Related posts

*ટંકારાના લજાઈના સેવાભાવીઓએ જાતે ગામમાં સૅનેટાઇઝેશન કર્યું*

Hello Morbi

*જાંબુડા પાટિયા પાસે આવેલ ઉમા સ્કૂલ ના વિધાર્થી ઓમાં અનેરો થનગનાટ*

Hello Morbi

*ધ્રોલની જી એમ પટેલ કન્યા વિધાલય સમગ્ર ગુજરાત માં દિતિય નંબરે*

Hello Morbi

Leave a Comment