• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં જિલ્લા માહિતી કચેરી અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે મીડિયાકર્મીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો*

મોરબીમાં જિલ્લા માહિતી કચેરી અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે મીડિયાકર્મીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત પત્રકારશ્રીઓના આરોગ્ય તપાસની સાથે વિવિધ આરોગ્ય ટેસ્ટ કરાયા
મોરબી, ૧૫ નવેમ્બર
મોરબીમાં સરકારની ફિટ ઈન્ડિયાની સંકલ્પના સાથે મોરબી જિલ્લા માહિતી કચેરી અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે તથા પટેલ લેબોરેટરી અને વાત્સલ્યમ્ ના તંત્રીશ્રી પરેશભાઈ પારીઆના સહયોગથી મીડિયાકર્મીઓ માટે નિ:શુલ્ક આરોગ્ય તપાસનો માટેનો કેમ્પ યોજાયો હતો જેનો જિલ્લાના પત્રકારશ્રીઓએ લાભ લીધો હતો.
મીડિયાકર્મીઓની ચિંતા કરતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાની નેમ સાથે ગત વર્ષથી સમગ્ર રાજ્યમાં વિવિધ જિલ્લાઓ ખાતે આવેલી માહિતી કચેરીઓના સહકારથી તેમજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી પત્રકારશ્રીઓ માટે વિવિધ પ્રકારના આરોગ્ય ટેસ્ટ થાય તે માટેનો શુભારંભ કરાવ્યો હતો. જે હિતલક્ષી ઉપક્રમના બીજા વર્ષે આ આયોજનના ભાગરૂપે મોરબીમાં વિશેષ નિ:શુલ્ક આરોગ્ય કેમ્પ યોજાયો છે.
આ આરોગ્ય કેમ્પમાં મોરબી જિલ્લાના એક્રેડિટેશન કાર્ડ ધારકો, સવાર તેમજ સાંધ્ય દૈનિકના પ્રતિનિધિશ્રીઓ/તંત્રીશ્રીઓ, વિવિધ રાષ્ટ્રીય, રાજ્ય, પ્રાદેશિક તેમજ જિલ્લાકક્ષાના ન્યુઝ ચેનલ અને ડિજિટલ મીડિયાનાના પ્રતિનિધિશ્રીઓ, સાપ્તાહિક/પાક્ષિકના તંત્રીશ્રીઓ/પ્રતિનિધિશ્રીઓ સહિતનાએ આ મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો.

Related posts

*HELLO MORBI:ટંકારા : કટારીયા પરિવારની ક્યુટ ગર્લ જીયા નો આજે જન્મદિવસ*

editor

મુલાકાત:એઈમ્સની ટીમ રાજકોટની મુલાકાતે, રાજકોટ એઈમ્સના ઓફિસર સાથે બેઠક, આગામી સમયમાં વર્ગો શરૂ કરવા અંગે ચર્ચા કરી

Hello Morbi

*અક્ષર ડેકોર દ્વારા ગુરુપૂર્ણિમાના પાવન દિવસ નિમિત્તે જરૂરિયાત મંદોને ભોજન કરાવી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી*

Hello Morbi

Leave a Comment