• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં સગીરાની છેડતી કરનાર શખ્સને ૧૮૧ અભયમ ટીમે ભણાવ્યો કાયદાનો પાઠ*

*મોરબીમાં સગીરાની છેડતી કરનાર શખ્સને ૧૮૧ અભયમ ટીમે ભણાવ્યો કાયદાનો પાઠ; સંવેદનશીલ કામગીરીથી પીડિતાને અપાવ્યો ન્યાય* *નોકરીના સ્થળે અયોગ્ય વર્તન કરનાર શખ્સની સીસીટીવી ફૂટેજ અને કાયદાકીય કડકાઈથી શાન ઠેકાણે લાવી અભયમ ટીમ*

*સગીરા અને તેની માતાએ મુશ્કેલીના સમયે ત્વરિત મદદ બદલ ૧૮૧ મહિલા હેલ્પલાઇનનો માન્યો આભાર*
*મોરબી, તા. ૨૫ માર્ચ,*
મોરબી જિલ્લામાં મહિલાઓ અને સગીરાઓની સુરક્ષા માટે કાર્યરત ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇને ફરી એકવાર પોતાની સજ્જતા અને સંવેદનશીલતાનો પરિચય આપ્યો છે. નોકરીના સ્થળે એક સગીરા સાથે અયોગ્ય વર્તન અને છેડતી કરનાર શખ્સને અભયમની ટીમે સ્થળ પર પહોંચી કાયદાનું ભાન કરાવ્યું હતું.

૧૮૧ હેલ્પલાઇન પર એક સગીરાનો મદદ માટે ફોન આવ્યો હતો કે, તે જ્યાં નોકરી કરે છે ત્યાં એક વ્યક્તિ દ્વારા તેની છેડતી કરવામાં આવી છે. આ ગંભીર માહિતી મળતા જ અભયમ ટીમના કાઉન્સિલર સેજલબેન પટેલ, મહિલા કોન્સ્ટેબલ જયશ્રીબેન અને પાયલોટ વિરમભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ટીમે સૌપ્રથમ ગભરાયેલી સગીરાને સાંત્વના આપી તેને સુરક્ષાનો અહેસાસ કરાવ્યો હતો. કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળ્યું હતું કે, સગીરા છેલ્લા છ મહિનાથી તેની માતા સાથે એક કંપનીમાં નોકરી કરે છે, જ્યાં એક શખ્સે તેની સાથે અયોગ્ય છેડતી કરી હતી. શરૂઆતમાં છેડતી કરનાર વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર ન હતો, પરંતુ અભયમ ટીમે સ્થળ પરના સીસીટીવી કેમેરાની તપાસ કરી અને કાયદાકીય રીતે કડકાઈપૂર્વક પૂછપરછ હાથ ધરતા આખરે શખ્સે કબૂલાત કરી હતી.

અભયમ ટીમની કડક કાર્યવાહી બાદ તે વ્યક્તિએ સગીરાની માફી માંગી હતી અને ભવિષ્યમાં આવી હરકત ફરી ન કરવાની લેખિત ખાતરી આપી હતી. ટીમે સગીરાને તેના કાયદાકીય અધિકારો અને સુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સગીરા અને તેની માતાએ છેડતી કરનાર વ્યક્તિની માફી અને પસ્તાવાને ધ્યાને રાખી આગળની કાર્યવાહી ન કરવાની ઈચ્છા દર્શાવતા સ્થળ પર જ સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું હતું. મુશ્કેલીના સમયે વ્હારે આવેલી ૧૮૧ અભયમ ટીમનો સગીરા અને તેના પરિવારે આભાર માણ્યો હતો.

Related posts

*HELLO MORBI NEWS:જૈવ વિવિધતા દિવસ વિવિધતા સભર ઉજવાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી ન્યુઝ ફોર કાઠિયાવાડના યુવા પત્રકાર જનક રાજાનો આજે જન્મદિવસ*

editor

*લાલપુર ધરાનગર માં તંત્રના પાપે ભૂગર્ભ ગટરના પાણી ગંદા પાણી ફરી વળ્યાં રોગચાળાનો ગંભીર ભય*

Hello Morbi

Leave a Comment