• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાએ મતદાન કરી લોકશાહીની ફરજ અદા કરી*

*મોરબીમાં રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાએ મતદાન કરી લોકશાહીની ફરજ અદા કરી*

*મંત્રીશ્રીએ મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી અન્વયે મતદાન કરી નાગરિકોને પણ મહત્તમ મતદાન કરવા કરી અપીલ*

*લોકશાહીના પર્વમાં સહપરિવાર સહભાગી થઈ મતાધિકારના મૂલ્યને બિરદાવતા મંત્રીશ્રી*

*મોરબી: ૨૬ એપ્રિલ, ૨૦૨૬*

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આયોજિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે આજે મોરબી જિલ્લામાં ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા માટે રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાએ આજે વહેલી સવારે મોરબી ખાતે સહપરિવાર મતદાન કરી લોકશાહીની ફરજ અદા કરી હતી.

મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાએ મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત નિયત મતદાન મથક પર પહોંચી, સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને મતદાન કર્યું હતું. મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ મંત્રીશ્રીએ પોતાની આંગળી પર લાગેલી અમિટ શાહીનું નિશાન ગર્વભેર દર્શાવી લોકશાહીના આ પર્વને વધાવ્યું હતું અને જણાવ્યું હતું કે, “મજબૂત અને પારદર્શક વહીવટ માટે મતદાન કરવું એ દરેક નાગરિકની પવિત્ર ફરજ છે.” તેમણે મોરબીના તમામ નગરજનોને પણ ઘરની બહાર નીકળી, નિર્ભય બનીને લોકશાહીના પર્વમાં મહત્તમ મતદાન કરવા અપીલ કરી હતી.

Related posts

*HELLO MORBI NEWS: મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી પુત્ર ના પ્રથમ જન્મદીન ની ઉજવણી કરતો મોરબી નો છગ પરિવાર*

editor

*HELLO MORBI: સંભવિત બિપરજોય વાવાઝોડા સંદર્ભે મોરબીમાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનને “દિવ્ય ભાસ્કર ઇમિનેન્સ એવોર્ડ 𝟐𝟎𝟐𝟓”થી સન્માન બોલિવૂડ એક્ટ્રેસ અમ્રિતા રાવના હસ્તે ગૌરવપૂર્ણ પુરસ્કાર વિતરણ*

editor

Leave a Comment