• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

Bharat bandh: સમગ્ર રાજ્યમાં આવતીકાલે કલમ 144 લાગુ રહેશેઃ DGP

ગાંધીનગર : આવતીકાલે મંગળવારે કૃષિ કાયદાના વિરોધમાં આંદલોન કરી રહેલા ખેડૂતોએ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આવતીકાલે ભારત બંધના એલાનને લઈને રાજ્યમાં 144ની કલમ લાગુ રહેશે. આ જાહેરાત રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાએ કરી છે. તેમણે કહ્યું, આ સિવાય જો કોઈ વ્યક્તિ બળજબરીથી બંધ કરાવવા નીકળશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતના GDP આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, કાલે ગુજરાતમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. અનિશ્ચિનિય બનાવ ન બને તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. જિલ્લા બોર્ડર પર ચેકપોસ્ટ ઉભી કરાઇ છે. જિલ્લા SP અને કમિશનરને સુચના આપવામા આવી છે. કાલે સિનિયર અધિકારીઓ પેટ્રોલિંગ કરશે. વધારાના બંદોબસ્તની ગોઠવણ કરવામાં આવી છે. પોલીસને સ્ટેન્ડબાય રહેવાના આદેશ આપી દેવાયા છે. દરેક વિસ્તારમાં તકેદારી રાખવામા આવી રહી છે. સંવેદનશીલ વિસ્તાર પર ચાપતી નજર રહેશે. ખુલ્લી APMCમાં પણ પોલીસ બંદોબસ્ત આપવામાં આવશે.

રાજય પોલીસ વડા આશિષ ભાટીયાએ જણાવ્યું કે હાઇવ બ્લોક કરવાનો પ્રયત્ન કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામા આવશે, વધુમાં તેમણે કહ્યું કે, 144 ભંગ કરનારા, રાસ્તા પર અવરોધ ઉભા કરનારા, બળજબરી પૂર્વક દુકાન બંધ કરાવનારા, સોશિયલ મીડિયા પર ગેરરીતિ કરનારા અને હિંસક વીડિયો અપલોડ કરનારા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ચારથી વધારે લોકોએ ભેગા ન થવું.

 

Related posts

*HELLO MORBI NEWS: સૂફી સંત શ્રી શંકરડાડા ની 37 મી પુણ્યતિથિ નિમિતે સલાયા શહેર ભાજપ પ્રમુખ અને રઘુવંશી સમાજના અગ્રણી શ્રી લાલજીભાઈ ભૂવા દ્વારા ડાડાને ચાદર ચડાવાશે*

editor

*જાંબુડા ખાતે આવેલ સરકારી હોસ્પિટલ મને એડમીન થયેલા કોરોના પેશન્ટ અને તેમના સગાઓને ઉમા વિદ્યા સંકુલ તરફથી ટિફિનની વ્યવસ્થા કરવામાં આવી*

Hello Morbi

*_પત્રકાર એકતા પરિષદના 14 મુદ્દા પૈકી 1 મુદ્દાનું સુખદ સમાધાન આપતી રાજ્ય સરકાર_*

Hello Morbi

Leave a Comment