• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO MORBILatest-NewsOther

મોરબીની આઇ.ટી.આઇ.માં પ્રવેશ પ્રક્રિયાનો પાંચમો રાઉન્ડ

મોરબીની સરકારી ઔદ્યોગીક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ.) ખાતે ચાલતા વિવિધ પ્રકારના કોર્ષ/વ્યવસાયોમાં પ્રવેશ સત્ર ઓગસ્ટ-૨૦૨૦માં ખાલી રહેલ બેઠકો માટે પાંચમો તબક્કા માટેની ઓનલાઇન પ્રવેશફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે. જેની છેલ્લી તારીખ ૧૦/૧૨/૨૦૨૦ છે. માટે પ્રવેશવાંચ્છું ઉમેદવારોએ ઔદ્યોગીક તાલીમ સંસ્થા મોરબી ખાતેથી તેમજ ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન https://itiadmission.gujarat.gov.in ઉપરથી નવીન પ્રવેશ ફોર્મ ભરી તેની પ્રિન્ટઆઉટ કાઢી જરૂરી લાયકાતના સ્વપ્રમાણીત પ્રમાણપત્રોની નકલો સાથે મોરબી ઘુંટુ રોડ ખાતે આવેલ સરકારી .ટી.આઇઆઇ ખાતે રૂ. ૫૦/- રજીસ્ટ્રેશન ફી ભરી તે અંગેની પહોંચ મેળવી લેવાની રહેશે. જે ઉમેદવારોએ અગાઉ મોરબી આઇ.ટી.આઇ. ખાતે પ્રવેશ લેવા માટે ઓનલાઈન પ્રવેશફોર્મ ભરેલ હોય અને કોઈ કારણોસર પ્રવેશ મેળવી શકેલ ન હોય તો તેવા ઉમેદવારોએ અગલથી રૂ. ૫૦/- રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેતી નથી. તેઓએ ઓનલાઇન પ્રવેશફોર્મ,રજીસ્ટ્રેશનની રસીદની ઝેરોક્ષ નકલ સહિત મોરબી આઇ.ટી.આઇ ખાતે અરજી કરવાની રહેશે. ઉમેદવારે (૧) ધો-૦૮/૦૯/૧૦ ની માર્કશીટ (૨) પ્રયત્નનો દાખલો (Trial Certificate) (૩) શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર

(૪) જાતિનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય) (૫) (૬) આધારકાર્ડપાસપોર્ટ સાઈઝ ફોટો (૭) બેંક પાસબૂક (મરજીયાત) (૮) આવકનો દાખલો (૯) BPL (જો લાગુ પડતું હોય) મોરબી ના ઉમેદવારોને વધુ માહિતી માટે ૯૬૦૧૧ ૦૦૬૩૮, ૯૮૭૯૫ ૧૩૨૭૧, ૯૭૧૨૧ ૫૭૪૧૭ પર સંપર્ક કરવો. ઉમેદવારોએ જરૂરી અસલ પ્રમાણપત્રો તથા ઝેરોક્ષ નકલ સાથે લાવવા ઔદ્યોગિક તાલીમ સંસ્થા મોરબીના આચાર્યની યાદીમાં જણાવાયુ છે.

Related posts

*HELLO MORBI:મોરબીમાં જિલ્લા કક્ષાના ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષ ઉલ્લાસથી ઉજવણી કરાઈ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જોડીયા:હેટ્રિક:જોડીયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મંત્રીની બિનહરીફ વરણી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ડીસા જલારામ મંદિરે ડોક્ટર બનનાર દીકરીનું કરવામાં આવ્યું શાનદાર સન્માન*

editor

Leave a Comment