• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રીજલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા 𝟒𝟎𝟗 મા ગુરૂવારે ભજનમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ*

શ્રીજલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા 409 મા ગુરૂવારે ભજનમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
ડીસાના પ્રખર ગૌસેવક,ગૌમતાના પરમ ભકત એવાં કલાબેન મહેશભાઈ મોહનલાલ ગણાત્રા પરિવારના આગ્રહપૂર્વકના આમંત્રણને લઈ ગત ગુરુવારે એમના નિવાસસ્થાને શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા પૂજ્ય જલારામ બાપાના 409 મા ગુરૂવારના ભજનનું ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.પૂજ્ય જલારામ બાપાના ભજનમાં ખૂબ જ સારી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહેતાં ભજનની રમઝટ જામી હતી.
માતુશ્રી મૂળીબેન મોહનલાલ પ્રધાનજી ગણાત્રા સમસ્ત પરિવારના હાજર સૌ સભ્યોનું પૂજ્ય જલારામ બાપાના મોમેન્ટોથી વાજતેગાજતે રંગેચંગે સન્માન કરવામાં આવ્યું હતું.ભજન સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌસેવા હેતુ અપીલ કરતાં અંદાજે 58000 હજાર રૂપિયા જેટલી ગૌસેવા એકત્ર થઇ હતી.
ભજન સંચાલક ભગવાનભાઈ બંધુ તેમજ શ્રીમતી ચારૂબેન બંધુનો લગ્નદિવસ હોઈ શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના સૌ હરિભક્તોએ તેમના ઉપર પુષ્પવર્ષા કરી આશીર્વાદ સહ શુભેચ્છાઓ પાઠવી હતી.જલારામ મંદિર ડીસાના મંત્રી શશીકાંતભાઈ ડી ઠક્કરે શાબ્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.આગામી તારીખ 28-5-2026 ગુરૂવારે 410 માં ભજન ભુજ નગરમાં શ્રીમતી મનીષાબેન કરસનભાઈ પટેલ પરિવારના નિવાસસ્થાન, સેન્ડલવુડ સોસાયટી, મીરઝાપર રોડ, ભુજ ખાતે હોઈ તેની જાહેરાત કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું યુ ટ્યુબ લાઈવ પ્રસારણ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી ઠક્કરે કર્યું હતું.

Related posts

*આઇ.સી.ડી.એસ. ઘટક ધ્રોલમાં પોષણ અભિયાન અંતર્ગત જીલ્લા પંચાયત સ્વભંડોળ ગ્રાન્ટમાંથી EPD ( એનર્જી પ્રોટીન ડાયટ) ફુડ વિતરણ કરવામાં આવ્યું*

Hello Morbi

*મોરબી ના સાદુરકા ગામ નજીક રાજસ્થાની હોટલ માંથી રૂપિયા ૪૦ હજારનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડતી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ની ટીમ*

Hello Morbi

*HELLO MORBI: શ્રી સ્વામિનારાયણ ગોકુલધામ નાર ખાતે શ્રીજી ઐશ્વર્ય ધામના પંચમ પાટોત્સવ નિમિત્તે ૧ લી ફેબ્રુઆરીથી ૫ ફેબ્રુઆરી દરમ્યાન પંચાબ્દી મહોત્સવ યોજાયો*

editor

Leave a Comment