
આજરોજ તાલુકા વહીવટી તંત્ર તથા શિક્ષણ વિભાગ જોડિયાના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત સપ્તાહ મહોત્સવ નિમિત્તે એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલીમાં જોડિયાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો ,તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તથા ચૂંટાયેલા પદાધિકારી શ્રીઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો.
વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત ભાષાના મહત્વને ઉજાગર કરતા વિવિધ બેનરો, પોસ્ટરો અને સંદેશાઓ સાથે રેલી યોજવામાં આવેલ હતી.
રેલી દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત ભાષાના સંરક્ષણ અને સંવર્ધન અંગેના નારા લગાવી સંસ્કૃત ભાષા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવેલ હતો .
સમગ્ર રેલી દરમિયાન શિસ્તબધ રીતે વિદ્યાર્થીઓએ ભાગ લઈ સંસ્કૃત ભાષા પ્રત્યેનો પોતાનો પ્રેમ અને ગૌરવ વ્યક્ત કરેલ હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સંસ્કૃત ભાષા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું મહત્વ અંગ હોવાનું જણાવી નવી પેઢી સંસ્કૃત ભાષા સાથે જોડાય અને તેના જ્ઞાનનો વધુમાં વધુ પ્રચાર- પસાર થાય તે માટે સૌને આહવાન કરવામાં આવેલ હતું.
આ અંગે જામનગર થી પધારેલ અધિકારી શ્રી હદવાની સાહેબે ખૂબ જહેમત ઉઠાવેલ હતી. (*લલિત નિમાવત દ્વારા*)


