• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

કોરોનાને હરાવી ચૂકેલા દર્દીઓ પર હવે નવી જીવલેણ બીમારીનું જોખમ, 2 લોકોના મૃત્યુ

કોરોનાથી સાજા થયેલા લોકોમાં અનેકવાર ઉધરસ, તાવ, શરદી જેવા પોસ્ટ  કોવિડ લક્ષણો જોવા મળે છે. જે થોડા સમયમાં સારું પણ થઈ જાય છે. પરંતુ હવે ભારતમાં કેટલાક એવા કેસ સામે આવી રહ્યા છે જેમાં કોરોનાથી સાજા થયા બાદ લોકોમાં એક નવી જીવલેણ બીમારી પેદા થઈ રહી છે. આ એક એવી બીમારી છે જેમાં 50 ટકા સુધી મોતની શક્યતા રહેલી છે. આ બીમારીનું નામ છે Mucormycosis.

અમદાવાદ: કોરોનાથી સાજા થયેલા લોકોમાં અનેકવાર ઉધરસ, તાવ, શરદી જેવા પોસ્ટ  કોવિડ લક્ષણો જોવા મળે છે. જે થોડા સમયમાં સારું પણ થઈ જાય છે. પરંતુ હવે ભારતમાં કેટલાક એવા કેસ સામે આવી રહ્યા છે જેમાં કોરોનાથી સાજા થયા બાદ લોકોમાં એક નવી જીવલેણ બીમારી પેદા થઈ રહી છે. આ એક એવી બીમારી છે જેમાં 50 ટકા સુધી મોતની શક્યતા રહેલી છે. આ બીમારીનું નામ છે Mucormycosis.

વાસી રોટલી ખાવાથી થાય છે જબરદસ્ત ફાયદા!, આ બીમારીઓ તમારાથી દૂર રહેશે

શું છે આ મ્યુકોરમાઈકોસિસ (Mucormycosis)?
મ્યુકોરમાઈકોસિસ (Mucormycosis) એક ફંગલ ઈન્ફેક્શન છે. જેમાં દર્દીના બચવાના ચાન્સ 50 ટકા હોય છે. આ બીમારી કોરોનાને માત આપી ચૂકેલા લોકોને થઈ રહી છે. જેમાં લોકોની આંખોની પુતળી બહાર આવી જાય છે. આ બીમારીથી ઠીક થનારા લોકોમાં મોટા ભાગના લોકોની આંખની રોશની પણ જતી રહે છે.

કોરોનાકાળમાં આ 5 સૂપ પીઓ અને રહો એકદમ ‘હિટ એન્ડ ફીટ’

અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા એક રિપોર્ટ મુજબ અમદાવાદના રેટિના એન્ડ ઓક્યુલર ટ્રોમા સર્જન (Retina and ocular trauma surgeon), ડો. પાર્થ રાણાએ આ બીમારી સામે ઝઝૂમી રહેલા લોકોની જાણકારી આપી. ડો. પાર્થના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં 5 દર્દીઓ આ બીમારીના કારણે તેમની પાસે આવ્યા છે. જેમાંથી 2ના મોત થયા છે. આ ઉપરાંત સાજા થયેલા 2 લોકોની આંખની રોશની જતી રહી છે. આ તમામ દર્દીઓ કોવિડ 19ને માત આપીને આવ્યા હતા.

ડાયાબિટિસના દર્દીઓને સૌથી વધુ ખતરો
આ બીમારીનો ભોગ બનેલા તમામ દર્દીઓ કાં તો ડાયાબિટિક હતા અથવા તો કોઈને કોઈ નશો કરતા હતા. તેમની ઈમ્યુનિટી ખુબ જ નબળી હતી. ડો. રાણાનું કહેવું છે કે કોરોનાકળ અગાઉ મ્યુકોરમાઈકોસિસ (Mucormycosis) ના ઈન્ફેક્શન ફેલાવવામાં 15થી 30 દિવસ લાગતું હતું. આ તમામ દર્દીઓમાં આ ઈન્ફેક્શન 2 થી 3 દિવસમાં ફેલાઈ ગયું.

શિયાળામાં સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક વસાણા ઘરે જ બનાવો, જાણો રેસિપી

3 મહિનામાં 19 કેસ
મ્યુકોરમાઈકોસિસ (Mucormycosis) પર રાષ્ટ્રવ્યાપી અભ્યાસ કરી રહેલા ડો. અતુલ પટેલનું કહેવું છે કે કોરોનાના દર્દીઓમાં આ બીમારી ઝડપથી ફેલાઈ રહી છે. ડો. પટેલના જણાવ્યાં મુજબ 3 મહિનામાં મ્યુકોરમાઈકોસિસ (Mucormycosis)ના 19 કેસ સામે આવ્યા છે. કોરોનાના દર્દીઓની ઈમ્યુનિટી નબળી પડી જાય છે. ડાયાબિટિક અને નશો કરનારા લોકોમાં આ બીમારીના ઈન્ફેક્શનનું જોખમ વધી જાય છે.

Related posts

Kamal Nath writes to Amit Shah seeking return of rebel Congress MLAs

Admin

*HELLO MORBI NEWS: માળીયા: આરોગ્ય કેન્દ્ર ખાખરેચી ના તાબા હેઠળ આરોગ્ય શિબિરનું આયોજન કરાયું*

editor

*મંકીપોક્સ રોગ થી ગભરાવવાની જરૂર નથી… સાવચેતી જરૂર થી રાખીએ…*

Hello Morbi

Leave a Comment