• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO MORBILatest-NewsOther

*કોરોના ની મહામારી મા દર્દી ની શ્રેષ્ઠ સારવાર કઈ રીતે કરી શકાય તે અંગે મોરબી ની ખ્યાતનામ સ્પર્શ ક્લીનીક ખાતે માર્ગદર્શન સેમિનાર યોજાયો*

*સ્પર્શ સ્કીન એન્ડ ફીઝીયોથેરાપી ક્લીનીક ને એપલ હોસ્પીટલ મા પાંચ વર્ષ પૂર્ણ થતા કરાયુ અનેરુ આયોજન*

મોરબી શહેર મા છેલ્લા ૧૩ વર્ષ થી કાર્યરત વિવિધ એવોર્ડ મેળવનાર એવી ખ્યાતનામ સ્પર્શ સ્કીન એન્ડ ફીઝીયોથેરાપી ક્લીનીક નુ આજ થી પાંચ વર્ષ પહેલા ડો. જયેશભાઈ સનારીયા દ્વારા શહેર ની એપલ હોસ્પીટલ મા સ્થળાંતર કરવા મા આવ્યુ હતુ. આજ રોજ સ્પર્શ ક્લીનીક ને એપલ હોસ્પીટલ મા પાંચ વર્ષ પૂર્ણ થતા પાંચમી વર્ષગાંઠ નિમિતે કોરોના ની મહામારી મા દર્દી ની ઉત્કૃષ્ઠ સારવાર કઈ રીતે પ્રદાન કરવી તે વિષય પર ઈન્ટરનેશનલ સ્ટાફ ટ્રેનર & મોટીવેશનલ સ્પીકર મી.ઈલેશ ખખ્ખર નો સેમિનાર આયોજીત કરવા મા આવ્યો હતો. તે ઉપરાંત સ્પર્શ સ્કીન એન્ડ ફીઝીયોથેરાપી ક્લીનીક ના ડાયરેક્ટર ડો. જયેશ સનારીયા તથા ડો. શિતલ સનારીયા દ્વારા બેસ્ટ પરફોર્મન્સ ઓફ ધ યર-૨૦૨૦ નો એવોર્ડ ડો. સુમિતા ગોપાણી તથા કૌશિક બોખાણી ને એનાયત કરવા મા આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાત મા બેસ્ટ ક્લીનીક નો એવોર્ડ મેળવનાર સ્પર્શ ક્લીનીક દ્વારા સ્કીન,વાળ, કોસ્મેટીક, લેસર, હેર ટ્રાન્સપ્લાન્ટ તેમજ ફીઝીયોથેરાપી ની અદ્યતન તેમજ ઉત્કૃષ્ઠ સારવાર છેલ્લા ૧૩ વર્ષ થી પ્રદાન કરવા મા આવી રહી છે ત્યારે આ તકે ડો. જયેશ સનારીયા તથા ડો. શિતલ સનારીયા દ્વારા લોકો એ તેમના પર મુકેલ વિશ્વાસ તથા અતુટ શ્રધ્ધા બદલ આભાર ની લાગણી વ્યક્ત કરવા મા આવી હતી, તે ઉપરાંત ભવિષ્ય મા પણ તબિબિ ક્ષેત્રે મોરબી શહેર તથા જીલ્લા ના લોકો ને વધુ ઉત્કૃષ્ઠ સારવાર મળી રહે તે માટે તેઓ તથા તેમની સ્પર્શ ટીમ હરહંમેશ કટીબધ્ધ તથા પ્રયત્નશીલ રહેશે તેમ જણાવ્યુ હતુ. આ તકે મોરબી આઈ.એમ.એ. બ્રાંચના પ્રમુખ શ્રી ડો. વિજયભાઈ ગઢીયા તથા સેક્રેટરી ડો. દીપકભાઈ અઘારા તથા સ્પર્શ બાળકો ની હોસ્પીટલ ના ડો. મનિષભાઈ સનારીયા સહીત ના નિષ્ણાંત તબિબો ઉપસ્થિત રહ્યા હતા.
-અહેવાલ
નિર્મિત કક્કડ

Related posts

*મોરબી નગર પાલિકા દ્વારા રાત્રિ દરમિયાન રોડને સેનેટાઈઝર કરવાની કામગીરી કરાઇ*

Hello Morbi

JOE BIDENએ લાઈવ ટીવી પર લીધી CORONA VACCINE, લોકોને કહ્યું- “હવે ડરવાની જરૂર નથી”

Hello Morbi

*HELLO MORBI: મોરબી માં શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સાતમો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન યોજાશે*

editor

Leave a Comment