• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: બિપરજોય વાવાઝોડાના પગલે મોરબી જિલ્લા માં કોઈ જાનહાની થઈ નથી; મોરબી જિલ્લા વહિવટી તંત્રની ત્રિસ્તરીયવ્યવસ્થા માટે અભિનંદનમંત્રીશ્રી કનુભાઈ દેસાઈ*

જિલ્લા વહિવટી તંત્રને સહયોગ આપવા મંત્રીશ્રીએ પત્રકાર, ઉદ્યોગો, સામાજિક સંસ્થાઓ, એનજીઓ અને સેવાભાવી લોકોનો આભાર વ્યક્ત કર્યો
મોરબી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પર કચ્છ પર બિપરજોય વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો હતો. હાલ વાવાઝોડું કોઈ નુકસાન વિના પસાર થઈ ગયું છે, પરંતુ તેની અસર મોરબી જિલ્લામાં વર્તાઈ રહી છે.

આ બાબતે વાત કરતા નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, જે રીતે મોરબી જિલ્લામાં વાવાઝોડાનો ભય સતાવી રહ્યો હતો, જ્યારે વાવાઝોડું લેન્ડ ફોલ થયું ત્યારે ભયાનક દ્રશ્યો સર્જાયા હતા. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા જે આગોતરા પગલાં લેવામાં આવ્યા હતા જેના કારણે સમગ્ર ગુજરાતમાં અને મોરબી સહિતના જે મુખ્ય સાત જિલ્લા વધુ સંભવિત અસરગ્રસ્ત હતા ત્યાં કોઈ જાનહાની થઈ નથી. પરિણામે માનવ મૃત્યુ ન થાય તે માટેના સરકારના પ્રયાસોને સફળતા મળી છે. જ્યાં વધુ અસર થઈ હતી તેવા વિસ્તારોમાં ચોક્કસ સમય માટે વીજ પુરવઠો પણ બંધ રાખવામાં આવ્યો હતો જેથી કોઈ શોર્ટ સર્કિટ કે જાનમાલને નુકસાનની ઘટનાઓ પણ બની નથી.
મોરબી જિલ્લામાં ઓછામાં ઓછી નુકસાની થાય તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જે ત્રિસ્તરીય વ્યવસ્થા કરી હતી તે સફળ થઈ છે. અમુક જગ્યાએ જ્યાં વધારે પવનના કારણે વીજપોલ ધરાશયી થયા છે ત્યાં ત્વરિત ધોરણે સમારકામની કામગીરી કરી વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે આપણી પાસે વીજપોલ, ટ્રાન્સફોર્મર કે લાઇન વગેરે જથ્થો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. તમામ જગ્યાઓએ જિલ્લા વહીવટી તંત્ર, ચૂંટાયેલા પદાધિકારીઓ, અનેક ઉદ્યોગો, સામાજિક સંસ્થાઓ, એનજીઓ અને સેવાભાવી લોકોએ સાથે મળી કામગીરી કરી છે અને હજી કરી રહ્યા છે તે ખરેખર સરાહનીય છે.

મોરબી જિલ્લાની મારી પાસેની જવાબદારીના ભાગરૂપે મોરબી જિલ્લા પ્રભારીશ્રી મનિષા ચંદ્રા, મોરબી જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.કે. મુછાર દ્વારા ત્રિસ્તરીય વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેના કારણે આજ સુધી કોઈપણ કામગીરી પેન્ડિંગ નથી અને પાણી વીજ પુરવઠો વગેરેના પુરતા સપ્લાયની સાથે વાહન વ્યવહાર માટેના રસ્તાઓ પણ ખુલ્લા છે જે માટે હું જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવું છું. ઉપરાંત આ તમામ કામગીરીમાં પૂરતો સહકાર આપવા માટે જિલ્લાના પત્રકાર મિત્રોનો પણ મંત્રીશ્રીએ આભાર વ્યક્ત કર્યો હતો અને તમામ વિભાગની કામગીરીને બિરદાવી હતી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રાજકોટ:શ્રી જીવરાજ શરાફી સહકારી મંડળીના ચેરમેન અશોક નરેન્દ્રભાઇ સોલંકીનો જન્મદિવસ*

editor

*HELLO MORBI: સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી વાંકાનેર પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રાજકોટ – રામપર પાડાબેકર ધ્રોલ ડેપો ની બસ નિયમિત કરવા ગ્રામજનો દ્વારા રજૂઆત*

editor

Leave a Comment