• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાદન(વાંસળી, તબલા, હાર્મોનિયમ) કલાકારો માટે સ્પર્ધાનું આયોજન*

મુખ્યમંત્રીશ્રી દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૦ ના રોજ ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી “મોબાઇલ ટૂ સ્પોર્ટ્સ” ના અભિયાનની નવતર પહેલ કરી છે. હાલના કોરોના (કોવિડ-૧૯)ની મહામારીના વિષમ સંજોગોમાં ફેસબૂક, વ્હોટ્સ એપ, ઇન્સ્ટાગ્રામ તથા વીડીઓ ગેઇમ્સ જેવી પ્રવૃત્તિઓમાં અત્યંત કીમતી સમય વેડફાતા યુવાધનને હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમતગમતની પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરવા એ સમયની તાતી જરૂરિયાત છે. યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારશ્રીએ વર્ષ-૨૦૨૦-૨૧ દરમિયાન ”MOBILE TO SPORTS” ની નવી યોજના મંજૂર કરેલ છે. આ યોજનાને “મોબાઇલ ટૂ સ્પોર્ટ્સ” ફેસબુક પેજ, યુ ટ્યુબ ચેનલ, રેડિયો Quiz, ટેલિવિઝન તેમજ સોશિયલ મીડિયા સંબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો, ઓડિયો/ વિડિયો ક્લીપ રજૂ કરી યુવાનોને રમતગમતની પ્રવૃત્તિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે.

આ હેતુને સુચારુ રૂપે પાર પાડવા રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે વાદન(વાંસળી, તબલા, હાર્મોનિયમ) સ્પર્ધાનું આયોજન કરેલ છે. જેમાં જુદા જુદા વયજુથ પ્રમાણે કલાકારો ભાગ લઈ શકશે. જેમાં ૬ થી ૧૪ વર્ષ સુધીના, ૧૫ થી ૨૦ વર્ષ સુધીના, ૨૧ થી ૫૯ વર્ષ સુધીના તેમજ ૬૦ વર્ષથી ઉપરના ઓપન વયજુથમાં ભાગ લઈ શકશે. ઉક્ત સ્પર્ધાની વિડિયો ક્લિપની સી.ડી .તૈયાર કરી તા. ૧૫/૦૧/૨૦૨૧ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં મોરબી જીલ્લામાં આવેલ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી રૂમ નં.૨૩૬/૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન લાલબાગ ખાતે મોકલવાની રહેશે.

રાજ્યકક્ષાએ પ્રથમ વિજેતાને રૂ.૨૫,૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ.૧૫,૦૦૦/-, તૃતીય વિજેતાને રૂ. ૧૦,૦૦૦/- ઈનામ આપવામાં આવશે તથા અન્ય સાત વિજેતાઓને રૂ.૫,૦૦૦/-(પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. તેમજ જિલ્લાકક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ. ૧,૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ. ૭૫૦/- તેમજ તૃતીય વિજેતાને રૂ. ૫૦૦/- ઈનામ આપવામાં આવશે.

જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*સિદ્ધાર્થ એકેડમી પડધરી ખાતે ગુજરાત પોલીસ ભરતી અન્વયે શારીરિક કસોટી તેમજ લેખિત પરીક્ષા ની તૈયારી માટે તાલીમ વર્ગ નું આયોજન*

Hello Morbi

*HELLO MORBI: મોરબી સિરામિક ટાઇલ્સની ફેક્ટરીઓના ઉધાર માલ ખરીદી લીધા પછી સિવિલ કોર્ટમાં નાદારી નોંધાવી અરજી કરેલ તે અરજી ચેન્નાઇ કોર્ટે રિજેક્ટ કરી*

editor

*HELLO MORBI:અષાઠી બીજે શાસ્ત્રીજી ગૌશાળા ખાતે જલારામ સત્સંગ મંડળ દ્રારા જામી ભજનની રમઝટ*

editor

Leave a Comment