• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

સ્ટેચ્યૂ ઓફ યુનિટિ- કેવડિયા ખાતે ૫૬૨ રજવાડાઓની શૌર્ય ગાથા રજૂ કરતું ભવ્ય મ્યુઝિયમ તૈયાર કરવાના નિર્ણય બદલ be મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો આભાર માનતા રાજવીશ્રીઓના પરિવારજનો

ગાંધીનગર ખાતેમુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર, કચ્છ સહિત દેશભરના વિવિધ પ્રાંતના રાજવીશ્રીઓના પરિવારજનો સાથે SOU ખાતેના મ્યુઝિયમ અંગે પરામર્શ બેઠક યોજાઇ : મંત્રી સર્વેશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જયદ્રથસિંહ પરમાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષશ્રી આઇ. કે. જાડેજાની ઉપસ્થિતિ
…………
:- મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી :-
• અખંડ ભારતની રચનામાં પોતાનું રજવાડુ સમર્પિત કરનાર ૫૬૨ રજવાડાઓની શૌર્ય ગાથા રજૂ કરતું વર્લ્ડ ક્લાસ મ્યુઝિયમ કેવડિયા ખાતે તૈયાર થશે
• સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરિકલ્પના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરી ત્યારે ઊંચા માનવીની ઊંચી પ્રતિમા જ નહીં પરંતુ એક ભારત શ્રેષ્ઠ ભારતની કલ્પના પણ સાકાર કરી છે
• કેવડિયા ખાતે એકતા નર્સરી, એકતા ભવન વગેરે ભારતની વિશેષતાઓ રજુ કરાઇ છે
• અલગ અલગ ભાષાઓ, બોલી, પહેરવેશ, દરેક પ્રાંતની સંસ્કૃતિ અને કલાને સાથે એકતાનો ભાવ રજુ કરતો એકતા મોલ
• સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારતભરના પ્રવાસીઓ એકતાનો અનુભવ કરે તે જરૂરી
• સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આખી વ્યવસ્થામાં એકતાને કેન્દ્ર સ્થાને પ્રયાસ કરાયો છે
• વડીલોએ પોતાના બલિદાન અને શૌર્ય થકી ઉભા કરેલા ૫૬૨ રજવાડાઓને દેશની એકતા માટે સરદાર વલ્લભભાઇ પટેલની સમર્પિત કર્યા તે ખૂબ જ સરાહનીય કાર્ય
• ૫૬૨ રજવાડાઓનો ઇતિહાસ, શૌર્ય અને ગૌરવ ગાથા આવનાર પેઢી માટે પ્રેરણારૂપ સાબિત થશે
• અમારી સરકાર ભારતનો સાચો ઇતિહાસ લોકો સમક્ષ આવે તે દિશામાં આગળ વધી રહી છે
• અમારી સરકાર વડાપ્રધાનશ્રીના એક ભારત શ્રેષ્ઠ ભારત મંત્રને આગળ વધારી રહી છે
• કેવડિયા ખાતે વિવિધ રાજ્યોના પ્રવાસીઓને રહેવા માટે ૫,૦૦૦ રૂમનું ભવ્ય સંકુલ નિર્માણ થશે
• વર્ષે એક કરોડ પ્રવાસીઓ મુલાકાતે આવે તેવું લક્ષ્યાંક : હાલમાં વર્ષે ૪૦ લાખ પ્રવાસીઓ SOUની મુલાકાતે
• રજવાડાઓનું ભવ્ય મ્યુઝિયમ બનાવવા સરકારના પ્રતિનિધિ અને રાજવીશ્રીઓના પરિવારજનોની કમિટી બનાવીને તેમના સૂચનો લેવાશે
• ભૂતકાળમાં રાજવીઓએ આપેલા સુશાસનમાંથી અમે પ્રેરણા લઈને પ્રજા કલ્યાણના કાર્યો કરીએ છીએ
• આ મ્યુઝિયમ ઝડપી અને સમય મર્યાદામાં પૂર્ણ થાય તે દિશામાં કામ કરાશે
• મુખ્યમંત્રીશ્રીએ રાજવીશ્રીઓના પરિવારજનોનો દેશ પ્રત્યેના સમર્પણ ભાવને બિરદાવીને મ્યુઝિયમ બનાવવામાં સહયોગ આપવા બદલ આભાર માન્યો હતો.

શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ૫૬૨ રજવાડાઓનું આ ભવ્ય મ્યુઝિયમ બનાવવાની પ્રેરણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપી છે જ્યારે તેને ઝડપી પૂર્ણ કરવાના પ્રયાસો મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ હાથ ધર્યા છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો આ ઐતિહાસિક નિર્ણય લેવા બદલ સમાજવતી આભાર માન્યો હતો.
આ બેઠકમાં ઉપસ્થિત વિવિધ રાજવીશ્રીઓના પરિવારજનો દ્વારા મુખ્યમંત્રીશ્રીને રજવાડી પાઘડી અને સ્મૃતિપત્ર આપીને તેમના સંકલ્પને બિરદાવ્યો હતો.
આ પ્રસંગે રાજકોટના રાજવી પરિવારના શ્રી માંધાતાસિંહ જાડેજાએ ઉપસ્થિત સૌ રાજવીશ્રીઓના પરિવારજનોનો પરિચય કરાવ્યો હતો.
આ બેઠકમાં લીંબડીના ધારાસભ્યશ્રી કિરીટસિંહ રાણા સહિત વિવિધ પ્રાંતના રાજવીશ્રીઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
…………

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:સિરામિક ઉદ્યોગની આટલી સિદ્ધિઓ છતાં મોરબીમાં લેબ ટેસ્ટ કે ટ્રેનિંગ સેન્ટર થી વંચિત*

editor

*શ્રી હડિયાણા તાલુકા શાળાના બાળકો જિલ્લા લેવલે ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ઝળક્યા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી માર્ગ અને મકાન વિભાગ દ્વારા મહેન્દ્રનગર ચોકડી પાસે ક્ષતિગ્રસ્ત માર્ગનું સમારકામ કરાયું*

editor

Leave a Comment