• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

ગુજરાતમાં કોવિડ-19ની સામે એક જ દિવસમાં 15 લાખને વેક્સિન અપાશે, 60 હજાર કર્મચારીઓ મળીને કોરોનાને હરાવશે!

કોવિડ-૧૯ સામે ગુજરાતમાં સરકારના ૧૫ હજાર વેક્સીનેટર અર્થાત રસી આપનારા મેઈલ અને ફિ મેઈલ હેલ્થ વર્કરોને ટ્રેઈન કરાયા છે. જેઓ ૬૦ હજાર સહાય કર્મચારીઓની સાથે મળીને રાજ્યમાં એક જ દિવસમાં ૧૫ લાખ નાગરીકોને વેક્સીન આપશે.

રાજ્યમાં કોરોના વાઈરસ સામે વેક્સનેશન માટે રસી આપનારથી લઈ અલગ અલગ તાપમાનના પ્રોટોકોલ ધરાવતી વેક્સીનના સંગ્રહ, પરીવહન અને કેરીયર મારફતે માનવ શરીરમાં ઈન્જેક્શન વતી તેને દાખલ કરવા સુધીની કોલ્ડ ચેઈન તૈયાર કરી દેવાઈ છે. બસ વેક્સીન આવે એટલી જ વાર એક દિવસમાં ૧૫ લાખ લેખે ૬-૭ દિવસમાં ૯૦ લાખથી વધુ નાગરીકોને તેના ડોઝ અપાશે.

વેક્સીનેશન કાર્યક્રમ સાથે સંકળાયેલા અધિકારીઓના કહેવા મુજબ કોવિડ-૧૯ સામેની રસી માટે હોસ્પિટલ સ્ટાફ, પોલીસ સહિત પહેલાથી જ નાની- મોટી બિમારીઓ ધરાવતા ૫૦ વર્ષથી વધુ વયજુથના નાગરીકોની યાદીઓ તૈયાર થઈ રહી છે. આથી, જેવી વેક્સીન આવશે કે તુરંત જ જીસ્જી દ્વારા સેસન સાઈટ ઉપર ચોક્કસ સમય આપીને પ્રાયોરિટી લિસ્ટના નાગરીકોને બોલાવાશે.

આ સ્થળે વેક્સિનેટર સિવાય રજિસ્ટ્રેશન, સોશિયલ ડિસ્ટર્ન્સ, વેઈટિંગ લોન્જમાં પ્રોટ્રોકોલની સમય જેવી વ્યવસ્થાઓ માટે ચારથી પાંચ કર્મચારીઓ રહેશે. એક નાગરીકને વેક્સીન પાછળ દોઢથી ત્રણ મિનિટ જેટલો સમય લાગે છે એ નિસબતે ત્રણથી ચાર કલાકમાં જ ૧૦૦ નાગરીકોને વેક્સીન મળી જશે. આથી, ૧૫ હજાર વેક્સિનેટર એક દિવસમાં ૧૫ લાખ અને એક સપ્તાહમાં ૯૦ લાખ નાગરીકોને વેક્સિન આપી શકશે.

મિઝલ્સ વખતે એક દિવસમાં ૨૫૦ બાળકોને રસી અપાતી

આરોગ્ય કમિશનરેટમાં ઈમ્યુનાઈઝેશન ઓફિસર ડો.નયન જાનીએ કહ્યુ કે, મિઝલ્સ રૂબેલા વખતે ફિમેલ હેલ્થ વર્કરો એક જ દિવસમાં ૨૦૦-૨૫૦ બાળકોને વેક્સીન આપતા હતા. રડતા બાળકોને સાચવવા અઘરાં હોય છતાંયે બે- ત્રણ ક્લાકમાં વેક્સીનેશન થતુ. કોરોનાની વેક્સીનમાં પ્રયોરિટીમાં ૫૦થી વધુ વર્ષના નાગરીકો છે. આથી, વેક્સીનેશન ઝડપથી પૂર્ણ થશે.

Related posts

*ગુજરાતી ફિલ્મ નાયિકા દેવીને રાજ્ય સરકારની ફિલ્મ પ્રોત્સાહન નીતિનો લાભ અપાશે*

Hello Morbi

*મોરબી ઝુલતાપુરની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને મોરારીબાપુ દ્વારા સહાય અર્પણ કરાય*

Hello Morbi

*આમ આમદી પાર્ટી ના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવી તથા મોરબી-માળીયા ના આપ ના ઉમેદવાદ પંકજ રાણસરીયા એ મોરબી જલારામ મંદિર ખાતે લાભ પાંચમ ના શુભ દીને પૂ.જલારામ બાપા ના દર્શન કરી પ્રચાર નો શુભારંભ કર્યો.*

Hello Morbi

Leave a Comment