• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

મકરસંક્રાંતિ પર્વ નિમિતે જાહેરનામુ પ્રસિદ્ધ : મોરબી જીલ્લામાં ચાઈનીઝ દોરા, તુક્કલ અને લેન્ટર્ન ખરીદ-વેચાણ અને ઉડાડવા પર પ્રતિબંધ

ઉતરાયણ જેવા તહેવારો વખતે ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ લેન્ટર્ન ખૂબ જ વધારે પ્રમાણમાં ઉડાવવામાં આવે છે. આ ચાઈનીઝ તુક્કલમાં હલકી ગુણવત્તાના સળગી જાય તેવા વેક્સ પદાર્થોને કારણે પર્યાવરણને પણ નુકશાન થાય છે. આ ઉપરાંત સળગતું તુક્કલ ગમે ત્યાં પડવાના કારણે જાનમાલ અને સંપત્તિને નુકશાન થાય છે. આથી, આ પ્રકારના પ્રસંગો બનતા અટકાવવા મોરબી જીલ્લામા તા.૨૫/૦૧/૨૦૨૧ સુધી ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ લેન્ટર્નના ઉત્પાદન, વેચાણ અને ઉડાવવા ઉપર હંગામી પ્રતિબંધ માટે અધિક જીલ્લા મેજિસ્ટ્રેટ કેતન પી. જોષી દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

જાહેરનામા અનુસાર કોઈપણ વ્યક્તિના જાહેર રસ્તા ઉપર પતંગ ઉડાવવા પર, હાથમાં લાંબા ઝંડા, વાંસના બાંબુઓ, વાંસની પટ્ટીઓ, ધાતુનાં તારનાં લંગર કે વાંસ વગેરેની મદદથી કપાયેલ પતંગો કે દોરા મેળવવા પર, ટેલિફોન કે ઈલેક્ટ્રિકના તાર ઉપર લંગર કે દોરી નાખવા ઉપર, જાનનું જોખમ થાય તે રીતે રસ્તા ઉપર કે ભયજનક ધાબા પર ચડીને પતંગ ઉડાવવા ઉપર, આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખૂબ જ મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા ઉપર, આમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ પર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાવવા ઉપર, પ્લાસ્ટિક/સિન્થેટીક મટીરીયલ, ટોકસ્ટીક મટીરીયલ, લોખંડ પાઉડર, કાચ તથા અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરી નોન-બાયોડીગ્રેડેબલ હોય તેવી દોરી/ ચાઈનીઝ માંજાના પાકા દોરા તથા ચાઈનીઝ પ્લાસ્ટિકની બનાવટના ચાઈનીઝ દોરા તથા આયાતી દોરાનાં જથ્થાબંધ વેપાર તથા આયાત કરી ખરીદ, વેચાણ, સંગ્રહ અને વપરાશ તેમજ આવા દોરાના પતંગ ઉડાવવા ઉપર, ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ લેન્ટર્નના જથ્થાબંધ વેપાર તથા આયાત કરી ખરીદ, વેચાણ, સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ ઉપર/ ઉડાવવા ઉપર મનાઈ ફરમાવવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લાની તમામ આઈ.ટી.આઈ. માં ચોથા તબક્કાની પ્રવેશ પ્રક્રિયાની અંતિમ તારીખ ૧૦ ઓકટોબર સુધી લંબાવાઈ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી દશનામ ગોસ્વામી સમાજ નો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે*

editor

*HELLO MORBI:વાંકાનેર:જાહેર મા જુગાર રમતા ત્રણ પતાપ્રેમી ની અટક કરતી વાકાનેર સિટી પોલીસ*

editor

Leave a Comment