• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ મંદિર ખાતે વીર દાદા જશરાજ શૌર્ય દીન નિમિતે શસ્ત્ર પુજન તેમજ મહાઆરતી સહીત ના કાર્યક્રમો યોજાયા*

  ગૌરક્ષક,ધર્મરક્ષક,શૌર્યપ્રતિક વિર દાદા જશરાજ ના શૌર્યદીન નિમિતે મોરબી જલારામ મંદિર ખાતે શસ્ત્રપુજન તેમજ મહાઆરતી સહીત ના કાર્યક્રમો યોજાયા હતા. લોહાર ગઢ ના રાણા એવા લોહરાણા કુળ ના વીર દાદાજશરાજ લગ્ન મંડપ મા લગ્ન વિધી મા બેઠા હતા તેવા સમયે કાબુલ તરફથી દુશ્મનો એ ગૌમાતા પર આક્રમણ કર્યુ હતુ ત્યારે લગ્ન મંડપ ની માળા તોડી વીર દાદા જશરાજ જંગે ચડ્યા હતા તેમની સાથે તેમના બહેન હરકૌર પણ જંગે ચડ્યા હતા. આ યુધ્ધ મા ગૌમાતા ને બચાવી દુશ્મનો ને કારમો પરાજય આપ્યો હતો જેમા વીર દાદા જશરાજ શહીદ થયા હતા. ત્યારથી લોહાણા સમાજ દ્વારા તા.૨૨ જાન્યુઆરી ના રોજ પ્રતિવર્ષ ગૌરક્ષક, શૌર્ય પ્રતિક, ધર્મ રક્ષક એવા વીર દાદા જશરાજ ની આરાધના કરવા આવે છે ત્યારે મોરબી જલારામ મંદિર ખાતે વીર દાદા જશરાજ શૌર્ય દીન નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમ મા ગીરીશભાઈ ઘેલાણી, જે.આઈ.પુજારા, અશોકભાઈ પાવાગઢી, ભાવીન ઘેલાણી, નિર્મિત કક્કડ, રમણીકભાઈ ચંડીભમર, ભગવાનજીભાઈ પટેલ(ગુરુકૃપા હોટેલ), કીશોરભાઈ ચંડીભમર, વિશાલ ગણાત્રા, રાજુભાઈ ગીરનારી, મુકુંદભાઈ મીરાણી, ચિરાગ રાચ્છ,ઘનશ્યામભાઈ પુજારા, દીનેશભાઈ ભોજાણી (દીનુમામા), જગદીશભાઈ કોટક, રમેશભાઈ બુધ્ધદેવ, વિવેક મીરાણી, સી.પી. પોપટ, પ્રફુલ્લભાઈ પોપટ (મંત્રી), શૈલેષભાઈ પોપટ (રાધિકા ટાઈમ),સંજય હીરાણી (ચિત્રકુટ), અનિલ ગોવાણી, ડેનિશભાઈ કાનાબાર, વિરેન પુજારા, પપ્પુભાઈ ચંડીભમર, રવિ કોટેચા, યોગેશભાઈ માણેક, પ્રફુલ્લભાઈ કોટક, અમિત પોપટ, અજયભાઈ કોટક, પ્રવિણભાઈ કારીયા, જીતુભાઈ રાજવીર, નંદલાલ રાઠોડ, કીશોરભાઈ ઘેલાણી સહીત ના મહાનુભવો તથા જલારામ મંદિર મહીલા મંડળ ના બહેનોએ શસ્ત્રપુજન કરી વીર દાદા જશરાજ ને વિરાંજલિ અર્પણ કરી હતી.

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ

શ્રી જલારામ સેવા મંડળ

મોરબી

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે કુંભારિયા ગામે જય ભારત સેવા ટ્રસ્ટ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચી તથા પરાસર ક્લિનિક ખાખરેચીના સહયોગથી આરોગ્ય કેમ્પનું સફળ આયોજન કરાયું*

editor

*મોરબી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પરિવાર દ્વારા ચાલતી ભાગવત કથામાં અનેક રાજકીય માંધાતાઓ ઉપસ્થિત રહ્યા*

Hello Morbi

*કોડીનાર આધારકાર્ડ માટેની લાંબી લાઇનો અને જનતાની હેરાનાગતિનો અંત કયારે?*

Hello Morbi

Leave a Comment