• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં એક્ટિવામાં દારૂ લઈને નીકળેલા બે ઝડપાયા*

પોલીસે ઈંગ્લીશ દારૂની બોટલ તથા એક્ટિવા મળીને કુલ રૂ.૨૧,૫૦૦ ના મુદ્દામાલ કબ્જે કર્યો : એક આરોપી ફરાર જાહેર

મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર, આંબેડકરનગરના ખુણે બાઈક ઉપર ઈંગ્લીશ દારૂ લઈને નીકળેલા બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.પોલીસે ઈંગ્લીશ દારૂની બોટલો તથા એક્ટિવા મળીને કુલ રૂ.૨૧,૫૦૦ ના મુદ્દામાલ કબ્જે કરી બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને એક આરોપીને ફરાર જાહેર કર્યો છે.                                                                                   આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ સ્ટાફે બાતમીના આધારે ગઈકાલે મોરબી તાલુકાના રફાળેશ્વર, આંબેડકરનગરના ખુણે જાહેરમાં એકટીવા મો.સા. નં. GJ-10-CK-5594 માં ઈંગ્લીશ દારૂની બોટલો લઈને નીકળેલા હરેશભાઇ ચમનભાઇ દલસાણીયા (ઉ.વ.૪૪, ધંધો-મજુરી, રહે.રવાપર રોડ, મહાબલી હનુમાનજીના મંદિર સામે,મોરબી), જીતેન્દ્રભાઇ છગનભાઇ હિંગળાજીયા (ઉ.વ.૪૫, ધંધો-વેપાર, રહે.ઉમા ટાઉનશીપ, મોરબી-૦૨) ને વિદેશીદારૂની બોટલ નંગ-૧ સાથે ઝડપી લીધા હતા.આ બન્ને આરોપીની પૂછપરછ બાદ મળેલી બાતમીના આધારે પોલીસે ત્રીજા આરોપી રફાળેશ્વરના આંબેડકરનગરમાં રહેતા જીતુભાઇ રામજીભાઇ મકાનમાં દરોડો પાડી ત્યાંથી ભારતીય વિદેશીદારૂની બોટલ નંગ ૩ કબ્જે કરી હતી.

 

જો કે આ આરોપી હાજર મળી આવ્યો ન હતો. આથી હાલ પોલીસે આ બન્ને આરોપીઓને ઈંગ્લીશ દારૂની બોટલો તથા એક્ટિવા મળીને કુલ રૂ.૨૧,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ત્રીજા આરોપીને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

*મોરબી જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે હેતુથી મોરબી તાલુકાના ગામોની મુલાકાત લેતા મોરબી જિલ્લા પોલીસવડા*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ના ગેસ કટીંગ ના ગુન્હામાં છેલ્લા છ માસથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*મોરબી: પૂર્વ ધાાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ક્રિકેટ ગ્રાઉન્ડની મુલાકાત લીધી, કોચ અને ખેલાડીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું*   

Hello Morbi

Leave a Comment