• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હળવદનો વેપારી મોરબીમાં પિસ્તોલ સાથે ઝડપી પાડતી મોરબી એસ ઓ જી ની ટીમ*

હળવદનો વેપારી મોરબીમાં પિસ્તોલ સાથે ઝડપાય

 

એસઓજી ટીમે હોથીપીરની દરગાહ પાસેથી ગેરકાયદેસર પિસ્તોલ સાથે ઝડપી લીધો

 

મોરબી : સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતી જળવાઈ રહે તેમજ ચૂંટણી દરમિયાન શાંતિમય વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ સતત દોડધામ કરી રહી છે ત્યારે ગતરાત્રીના એસઓજી ટીમે લીલાપર રોડ ઉપર હોથીપીરની દરગાહ નજીકથી હળવદના ફર્નિચરના વેપારી યુવાનને ગેરકાયદેસર પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો.

 

મોરબી એસઓજી પીઆઇ જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમના પો.કોન્સ. સતિષભાઈ સુખાભાઈ ગરચર તથા યોગેશદાન જીતસેન ગઢવી ને મળેલ સંયુક્ત બાતમી આધારે મોરબી લીલાપર રોડ ઉપર હોથીપીરની દરગાહ પાસેથી આરોપી સિદીકભાઇ અબ્બાસભાઇ આગરીયા ઉ.૨૬ ધંધો વેપાર (ફર્નિયર) રહે.હળવદ રેલ્વે સ્ટેશન રોડ સુતાર સમાજની વાડીની બાજુમાં તા.હળવદ જી. મોરબીવાળાને દેશી બનાવટની પિસ્તોલ નંગ-૧, કી.રૂ.૧૦,૦૦૦ સાથે પકડી પાડી આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.આ સફળ કામગીરી મોરબી એસઓજી સ્ટાફના એએસઆઇ. રણજીતભાઇ બાવડા, કિશોરભાઇ મકવાણા, પો.હેડ કોન્સ. રસિકભાઈ કડીવાર, પો.કોન્સ. ધર્મેન્દ્રભાઈ વાઘડિયા, સતિષભાઇ ગરચર, યોગેશદાન ગઢવી તથા વુમન લોકરક્ષક પ્રિયંકાબેન પૈજા વિગેરેએ કરેલ હતી.

Related posts

*HELLO MORBI:મોરબી શનાળા રોડ મોમ્સ હોટલ પાછળ અક્ષરધામ – ૨ માં આવેલ શ્રીજી હાઇટસ માં જુગાર રમતા કુલ – ૯ ઇસમોને રોકડા રૂપીયા ૩૨,૫૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા સાંસદ શ્રી પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં જાંબુડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા આયુષ્યમાન આરોગ્ય મંદિરનો લોકાર્પણ સમારોહ યોજાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી દ્વારા વરસાદ પછી વાહકજન્ય રોગ ના ફેલાય એ માટેની કામગીરી કરવામાં આવી*

editor

Leave a Comment