• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ*

મુખ્યમંત્રીના હસ્તે મહિલા સ્વાવલંબન યોજના –

વ્હાલી દીકરી યોજના હેઠળ રૂા. ૨૨ કરોડના ચેક વિતરણ કરાયા

………………….

મુખ્યમંત્રીશ્રીના સંબોધનના મહત્વના અંશો

………………….

• ભારતીય સંસ્કૃતિમાં નારી શક્તિને પ્રથમ સ્થાન

• જે ઘર-કુટુંબમાં મહિલાઓનું સન્માન ન હોય ત્યાં સુખ-સમૃદ્ધિ અને ઈશ્વરના આશીર્વાદ મળતા નથી

• જ્યાં મહિલાઓને સન્માન મળે છે ત્યાં જ સુખ-સમૃદ્ધિ આવે છે

• આપણી સંસ્કૃતિમાં નારીને સન્માન આપીને હંમેશા સીતારામ, લક્ષ્મીનારાયણ, રાધાકૃષ્ણ અને ઉમાશંકર કહેવાની પરંપરા છે

• ભારતીય સંસ્કૃતિમાં માત્ર એક જ દિવસ નહીં પણ મહિલાઓને દરરોજ સન્માન મળે તે જરૂરી છે

• ગુજરાતની સુખ-સમૃદ્ધિમાં અને વિકાસમાં મહિલાઓનું યોગદાન ખૂબ જ મહત્વનું છે

• શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મહિલાઓ માટે અલગ વિભાગ શરૂ કર્યો હતો

• ભારતીય જનતા પાર્ટીની સરકારે મહિલાઓને સત્તામાં ૫૦ ટકા અનામત આપીને સત્તામાં ભાગીદારી આપી છે

• તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ૫૦ ટકા મહિલાઓ વિજેતા બની છે

• ગુજરાત સરકારે સરકારી નોકરીઓમાં ૩૩ ટકા અનામત આપીને અફસર બીટીયા બનાવું સ્વપ્નું સાકાર કર્યું છે

• રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પણ મહિલા પોલીસ અધિકારનું મહત્વનું યોગદાન

• આંગણવાડીની હજારો બહેનો બાળકોનું ઘડતર કરીને માતા જીજાબાઈની ભૂમિકા ભજવે છે

• ભાવિ બાળકોના ઘડતર-નિર્માણમાં યશોદા બહેનોનું યોગદાન નિર્ણાયક

• આંગણવાડીમાં બાળકોનું ઘડતર કરીને સક્ષમ બનાવવા માતા યશોદા બહેનોની મહેનત સરાહનીય

• આંગણવાડીની બહેનોને સંપૂર્ણ પારદર્શકતાથી મહિનાના અંતમાં સીધો પગાર તેમના ખાતામાં આવે તે માટે ડીબીટી સીસ્ટમથી પગારની વ્યવસ્થાનો આજથી પ્રારંભ

• ફેશલેશ વ્યવસ્થાથી વચેટિયા પદ્ધતિ નાબૂદ થશે અને અંદાજે ૧ લાખ જેટલા આંગણવાડી કર્મચારીઓના પગાર સીધા ચૂકવાશે

• ભ્રષ્ટાચાર શિષ્ટાચાર ન બને તે અમારી સરકારની પ્રતિબદ્ધતા

• વ્હાલી દીકરી યોજના અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બેટી બચાવો, બેટી પઢાવો થકી દીકરીઓને વિશેષ સન્માન આપ્યું

• ગંગાસ્વરૂપા યોજના અંતર્ગત વિધવા બહેનોને આર્થિક સહાય

• વ્હાલી દીકરી યોજના અંતર્ગત દીકરી ૧૮ થી ૨૦ વર્ષની થાય ત્યારે તેના ભણતર અથવા લગ્ન માટે રૂા. ૧ લાખ સુધીની સહાય માટે આજે LIC સાથે કરાર

• દેશના વિકાસમાં બહેનોની ભૂમિકા સાબિત થાય તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ

• ગુજરાતમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત આર્થિક પગભર બનાવવા ૧૦ બહેનોના ગૃપને રૂા. ૧ લાખ સુધીની વિના વ્યાજે લોન

• ગુજરાતમાં બહેનોને સુરક્ષા આપવા આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ

• બહેનો ઉપરના અત્યાચારના કેસ ઝડપી ચલાવવા ફાસ્ટ ટ્રેક કોર્ટની જોગવાઈ

• મહિલાઓની આર્થિક અને સામાજિક સુરક્ષા માટે દારૂબંધી, હુક્કાબાર પર પ્રતિબંધ જેવા અનેક કાયદાઓ ગુજરાતમાં અમલી

• ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવા મહિલાઓની ભૂમિકા ખૂબ જ મહત્વની સાબિત થશે

• આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગુજરાતની તમામ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતા આજે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે મહિલા સ્વાવલંબન યોજના – વ્હાલી દીકરી યોજના હેઠળ રૂા. ૨૨ કરોડના ચેક વિતરણ કરાયા હતા.

આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા, રાજ્યમંત્રી શ્રી વિભાવરીબેન દવે ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીના હસ્તે આ પ્રસંગે વ્હાલી દીકરી યોજના માટે એલ.આઇ.સી.સાથે એમ.ઓ.યુ. તથા આ યોજના અંતર્ગત એલ.આઇ.સી.ને રૂા. ૨૨ કરોડના ચેક અર્પણ કરાયા હતા. આ ઉપરાંત રાજ્યવ્યાપી ડી.બી.ટી. પોર્ટલના માધ્યમથી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માનદવેતનના ચુકવણાનો પ્રારંભ કરાયો. જેન્ડર બજેટ ડેશબોર્ડ લોન્ચિંગ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગની ડીજીટલ બુકનું લોન્ચિંગ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરાયું હતું.

આ પ્રસંગે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે રાજ્ય મહિલા આયોગના ચેરપર્સન શ્રી લીલાબેન અંકોલિયા, મહિલા અને બાળક વિકાસ વિભાગના કમિશનર શ્રીમતી મનિષા ચંદ્રા, આઇસીડીએસ નિયામકશ્રી અશોક શર્મા, આંગણવાડી અને યશોદા માતા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

——

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ દ્વારા ગાંધીનગર માં 𝟐𝟒 મી એ મહા અધિવેશન યોજાશે*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લામાં ‘હર ઘર તિરંગા યાત્રા’ ના આયોજન અંગેની બેઠક કલેક્ટરશ્રી કિરણ ઝવેરીના અધ્યક્ષસ્થાને યોજાઈ*

editor

*15મીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી જામનગરની મુલાકાતે: વિકાસકામોનું કરશે ઉદ્ઘાટન-ખામુહૂર્ત*

Hello Morbi

Leave a Comment