• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી* *અમને આપના પર ગર્વ છે કાર્ડ દ્વારા મહિલાઓનું સન્માન*

આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી અંતર્ગત જે મહિલા બ્હેનો પોતાના ઘર પરિવારની જવાબદારી ઉપરાંત પણ અન્ય વ્યવસાય ક્ષેત્રે જોડાયેલા છે જેમ કે હોસ્પિટલનાં નર્સ-ડોક્ટર, પોલીસ સ્ટેશનમાં કાર્ય કરતા બહેનો, બસ સ્ટેશનમાં કંડકટર, શાક માર્કેટમાં શાકભાજી વહેંચતા મહિલા બહેનો વગેરે જેવા કાર્ય ક્ષેત્ર સાથે જોડાયેલા મહિલા બહેનોનું ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરીત અને શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ, ધ્રોલ સંચાલિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર ની ટીમ દ્વારા હાથ બનાવટના “અમને આપના પર ગર્વ છે” એવા કાર્ડ તૈયાર કરી દરેક જગ્યાએ રૂબરૂ જઈ ફરજ બજાવતા મહિલા બહેનોનું આ કાર્ડ આપી સન્માન કરવામાં આવ્યું. સરકારી કચેરીઓમાં પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોતાની નીચે કામ કરતા મહિલા કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન બાદ ઘણીબધી મહિલાઓએ જણાવ્યું હતું કે આ તેમનું પ્રથમ વખત સન્માન થયું હતું. ઉપરાંત તેઓએ એ પણ જણાવ્યું કે તેઓની નોંધ પણ આ સમાજમાં કોઈ લઇ રહ્યું છે એ બદલ બધાએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમ ઉપરાંત વિજ્ઞાનકેન્દ્ર પર બાળકથી બાળક સુધીની સફર કરાવતા જાતીય શિક્ષણ આધારિત ૭૫ ચાર્ટ્સની “સર્જન યાત્રા”ના પોસ્ટર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધ્રોલ વિસ્તારની કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ આ પોસ્ટર પ્રદર્શન નિહાળ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન વિજ્ઞાનકેન્દ્રના પ્રોગ્રામ ઓફિસર ડો.સંજય પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેનશ્રી હરસુખભાઈ મહેતા, ટ્રસ્ટીશ્રી ધર્મેશભાઈ મહેતા અને સેક્રેટરીશ્રી સુધાબેન ખંઢેરિયા એ તમામ બહેનોને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામના પાઠવેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વિજ્ઞાનકેન્દ્રની ટીમે ભારે જહેમત ઉઠાવેલ…..

શરદ એમ.રાવલ..હડિયાણા..

Related posts

*HELLO MORBI: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇમોદી ના નેતૃત્વમાં કેન્દ્ર ની ભાજપ સરકારને નવવર્ષ પૂર્ણ કર્યાતે સંદર્ભે મોરબી મહિલા મોરચાના હોદેદારો દ્વારા કાર્યક્રમ યોજાયો*

editor

*મોરબીના ખરેડા ગામે કાથરાણી કુટુંબના કુળદેવી નો યજ્ઞ યોજાશે*

Hello Morbi

*HELLO MORBI NEWS:જોડીયા તાલુકાના તારાણા ગામે ગ્રામ સમસ્ત આહિર તથા ભરવાડ સમાજ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ યોજશે*

editor

Leave a Comment