• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ મંદિર દ્વારા સ્ટીમ મશીન (નાશ મશીન) નુ સર્વજ્ઞાતિય વિતરણ અવિરતપણે ચાલુ*

*મશીન મા ખામી જણાય તો રીપ્લેસમેન્ટ ની સુવિધા પણ ઉપલબ્ધ*

પ્રવર્તમાન સમય મા કોરોના ની મહામારી સામે સમગ્ર વિશ્વ ઝજુમી રહ્યુ છે ત્યારે પાણી ની વરાળ નો નાશ કોરોના સામે લડવા મા ઉપયોગી સાબિત થઈ રહ્યો છે. મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સ્ટીમ મશીન ( નાશ નુ મશીન) નુ સર્વજ્ઞાતિય વિતરણ કરવા મા આવી રહ્યુ છે સાથે ૩ in 1 મશીન નુ પણ રાહતદરે વિતરણ અવિરતપણે શરૂ છે. તે ઉપરાંત કોઈપણ મશીન મા ખામી જણાય તો રીપ્લેસમેન્ટ ની સુવિધા પણ સંસ્થા દ્વારા પુરી પાડવા મા આવી રહી છે. ૧૦ દીવસ ના સમયગાળા દરમિયાન ૫૦૦૦ જેટલા સ્ટીમ મશીન નુ મોરબી જલારામ મંદિર દ્વારા વિતરણ કરવા મા આવ્યુ છે ત્યારે આગામી સમય મા પણ વિતરણ ચાલુ રહેશે તેમ સંસ્થા ના આગેવાનો એ જણાવ્યુ છે. મશીન લેવા આવનાર વ્યક્તિઓ એ માસ્ક પહેરવુ તેમજ સોસિયલ ડીસ્ટન્સિંગ નુ પાલન કરવુ ફરજીયાત રહેશે તેમ શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી તથા હરીશભાઈ રાજા તથા પ્રોજેક્ટ ચેરમેન હસુભાઈ પંડિતે યાદી મા જણાવ્યુ છે.

લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નવનિર્મિત ઓગડ તાલુકા પંચાયતના પ્રથમ ઉપપ્રમુખ તરીકે ભારતીબેન નિરંજનભાઈ ઠક્કરની કરવામાં આવી નિમણૂંક*

editor

*HELLO MORBI: વાંકાનેરના તરકિયા ગામેથી ૧૧૬૧ કિલોગ્રામ વિસ્ફોટકો સાથે ચાર ને પકડી પાડતી એસઓજી ની ટીમ*

editor

*ટંકારામાં લતીપર ચોકડીએ ડાઈવર્ઝનનો ખાડો બન્યો અકસ્માત ઝોન*

Hello Morbi

Leave a Comment