• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ મંદીર દ્વારા કોરોનાગ્રસ્ત મૃતદેહો તથા બિનવારસી મૃતદેહો ના અસ્થિઓ નુ ગ્રહણ પહેલા સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન કરવા મા આવશે*

 

*અસ્થિ વિસર્જીત ન કરી શકેલ હોય તેવા પરિવારજનોએ પોતાના દીવંગતો ના અસ્થિ શહેર ના વિવિધ સ્મશાને સંસ્થા ના અસ્થિ કુંભ મા પધરાવવા અનુરોધ*

 

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ પ્રાર્થના મંદીર દ્વારા બિનવારસી મૃતદેહો ના અંતિમ સંસ્કાર હીન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ કરવા મા આવે છે તે ઉપરાંત તેમના અસ્થિઓ નુ સોમનાથ મુકામે ત્રિવેણી સંગમ મા સામૂહીક વિસર્જન કરવા મા આવે છે. તેમજ જે લોકો પોતાના સ્વજનો ના અસ્થિઓનુ વિસર્જન ન કરી શકેલ હોય તેમના અસ્થિઓ નુ વિસર્જન પણ સંસ્થા દ્વારા કરવા મા આવે છે.

 

હીન્દુ ધર્મ ની પરંપરા મુજબ દીવંગતો ના આત્મા ની શાંતિ અર્થે ગ્રહણ પહેલા અસ્થિઓ નુ વિસર્જન કરવુ અનિવાર્ય હોય છે ત્યારે આગામી તા.૨૬-૫ ના રોજ ચંદ્રગ્રહણ હોય મોરબી જલારામ મંદીર દ્વારા તા.૨૩-૫-૨૦૨૧ ના રોજ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમ મા કોરોનાગ્રસ્ત તથા બિનવારસી મૃતદેહો ના અસ્થિઓ નુ સામૂહીક અસ્થિ વિસર્જન કરવા મા આવશે. તા.૨૨-૫-૨૦૨૧ ના રોજ મોરબી ના તમામ સ્મશાને થી અસ્થિઓ એકત્રિત કરી વિદ્યુત સ્મશાન ખાતે લઈ જવા મા આવશે જ્યાં શાસ્ત્રોક્ત વિધી સંપન્ન થયા બાદ સંસ્થા ના અગ્રણીઓ સોમનાથ જવા રવાના થશે. જે કોઈ વ્યક્તિઓ પોતાના સ્વજનો ના અસ્થિઓ વિસર્જીત કરી શકેલ ન હોય તેમણે આગામી તા.૨૨-૫-૨૦૨૧ સુધી મા શહેર ના વિવિધ સ્મશાન ખાતે જલારામ મંદીર ના અસ્થિ કુંભ મા પધારાવવા વિનંતી.

 

 

આ ભગીરથ કાર્ય મા સંસ્થા ના અગ્રણી ગીરીશ ભાઈ ઘેલાણી, હીતેશ જાની, હરીશભાઈ રાજા, ચંદ્રવદનભાઈ પુજારા, પ્રતાપભાઈ ચગ, ભાવીન ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, અમિત પોપટ(પોપટ પાન), નંદલાલ રાઠોડ, દીનેશ સોલંકી સહીત ના જોડાશે.

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ

શ્રી જલારામ સેવા મંડળ

મોરબી.

Related posts

*HELLO MORBI NEWS:વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં આગામી ૨૫ મે સુધી પ્રવેશબંધી*

editor

*ડીસા જલારામ મંદિરે વિવિધ સેવાકીય સંસ્થાઓના પદાધિકારીઓનું કરવામાં આવેલ સન્માન* 

Hello Morbi

*HELLO MORBI:પડધરી:હિરેનભાઈ પુજારાના પુત્ર હેતાંશ પુજારાનો આજે જન્મ*

editor

Leave a Comment