• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લામાં કોવિડના જાહેરનામાના ભંગ બદલ 28 સામે કાર્યવાહી*

કફર્યુ ભંગ કરતા 4, સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કનો ભંગ કરતા ડઝનેક રીક્ષા ચાલકો તેમજ રેકડી અને દુકાન ધારકો સામે કાર્યવાહી કરાઈ

મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે બુધવારે 24 કલાક દરમિયાન પોલીસે કોવિડના જાહેરનામાના ભંગ બદલ 28 સામે કાર્યવાહી કરી હતી. જેમાં કફર્યુ ભંગ કરતા 4, સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કનો ભંગ કરતા ડઝનેક રીક્ષા ચાલકો તેમજ રેકડી અને દુકાન ધારકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.                                                        મોરબીમાં રાત્રી કફર્યુ ભંગ કરતા બે રીક્ષા ચાલકો સહિત 4 લોકો, માસ્ક વગર વેપાર કરતા વેપારી તેમજ જાહેરમાં માસ્ક વગર નીકળેલા 2, સોશ્યલ ડિસ્ટન્સ તેમજ માસ્કના નિયમભંગ બદલ 7 રીક્ષા ચાલકો, વાંકાનેરમાં સોશ્યલ ડિસ્ટન્સ તેમજ માસ્કના નિયમભંગ બદલ બે રીક્ષા ચાલક, ઈંડાની લારીના સંચાલક તેમજ માસ્ક વગર નીકળેલા 2, માળીયા (મી) માં માસ્ક વગર ધંધો કરી વેપાર સ્થળે વધુ ભીડ એકત્ર કરનાર શાકભાજીની દુકાન, અનાજ કરીયાણાની દુકાન, હેર સલૂનની દુકાનના માલિક, હળવદમાં માસ્ક સહીતના જાહેરનામાનો ભંગ કરતા એક રીક્ષા ચાલક, ફ્રૂટની લારીના ધારક તેમજ ટંકારામાં નિયમ કરવા વધુ મુસાફરો બેસાડી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના નિયમનો ભંગ કરતા તુફાન જીપના ચાલક, ઇકો કારચાલક અને બે રીક્ષા ચાલક સામે પોલીસે નિયમ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

*દુઃખદ અવસાન-ઉઠમણું-મોરબી*

Hello Morbi

*જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની શ્રીજામદુધઈ તાલુકા શાળા*

Hello Morbi

*હડીયાણા ના મગનભાઈ કાનાણી સહકારી સંઘ ના ડાયરેક્ટર તરીકે ચૂંટાયા*

Hello Morbi

Leave a Comment