• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*અમદાવાદ ના દરિયાપુર વિસ્તારનું અર્બન હેલ્થ સેન્ટર ખુદ માંદગીના બિછાને!!!*

 

“જ્યાં મધ્યમ વર્ગના લોકો વસવાટ કરે છે ત્યાં જ મેડિકલ સારવાર આપવામાં ડોક્ટરોની પણ ગેરહાજરી ની વ્યાપક ફરિયાદો ઉઠી”

 

અમદાવાદ: અમદાવાદ જેવા મેગાસિટી માં વિકાસલક્ષી સરકાર નો વિકાસ મેડિકલ સારવાર આપવામાં નિષ્ફળ રહ્યો હોય તેમ વોર્ડ નંબર 21ના દરિયાપુર વિસ્તારના લોકો અનુભવી રહ્યા છે દરિયાપુર વિસ્તારમાં આવેલા ટાવર ની સામે પર્વતી બાય નામનું અર્બન હેલ્થ સેન્ટર આવેલું છે જે જજરિત હાલતમાં હોવાથી જોખમકારક બન્યું હોય તેથી તે વિસ્તારના લોકોએ ગત તારીખ 2 6 2021 ના રોજ લાગતા વળગતા અધિકારીઓ સમક્ષ લેખિતમાં ફરિયાદ કરી છે જે અંગે જાણવા મળતી વિગત એવી છે કે

 

દરિયાપુર વોર્ડનં – ૨૧ ની અંદર દરિયાપુર ટાવરની સામે પાર્વતીબાઈ નામનું અર્બન હેલ્થ સેન્ટર આવેલું છે. પરંતુ આ અર્બન હેલ્થ સેન્ટર ખૂબ જ જર્જરિત હાલતમાં હોવાથી ત્યાં જનરલ ઓપીડી પણ યોગ્ય રીતે ચલાવવામાં આવતી ના હોય આ અર્બન હેલ્થ સેન્ટરમાં ડોક્ટરો પણ નિયમીત રીતે આવતા નથી અને આ અર્બન હેલ્થ સેન્ટરમાં જરૂરી સુવિધાઓ અને મેડિકલ સાધન – સામગ્રીનો ખૂબ અભાવ છે. તેથી તે વિસ્તારના લોકોએ વધુમાં જણાવ્યું હતું કે જર્જરિત હાલતમાં હોવાથી અર્બન હેલ્થ સેન્ટરની ઈમારત પડી જવા નો પણ ભય છે. જેના લીધે ભવિષ્યમાં મોટી જાનહાની થઈ શકે છે. દરિયાપુર વિસ્તારમાં મધ્યમવર્ગના અને ગરીબ વર્ગના લોકો વધુ પ્રમાણમાં વસવાટ કરે છે તે વિસ્તાર ના લોકોને ઓછી આવકને લીધે તેમને જો અર્બન હેલ્થ સેન્ટરમાં સારી સુવિધા મળી રહે એવી આશાઓ સાથે લાગણી ભેર માગણી કરવામાં આવી છે જેમાં અરજદાર તે વિસ્તારના શમશાદ પઠાણ (એડવોકેટ) સહિત અન્ય અગ્રણીઓ આગેવાનો કાર્યકરો તસવીરમાં નજરે પડે છેઅહેવાલ અને તસ્વીર આરીફ દિવાન

Related posts

*રાજકોટ જિલ્લાના મુસ્લીમ એક્તા મંચ ના જિલ્લા પ્રભારી તરીકે સિરાજ ભાઈ સિસોદિયા ની નિમણુંક કરવામાં આવી*

Hello Morbi

*માળિયા નજીક બેઠો પુલ જોખમી બન્યો રીક્ષા ખાબકી*

Hello Morbi

*HELLO MORBI:મોરબી:હોળી ના રંગમાં ભંગ પાડતા મેઘરાજા કાર્યકર યુવાનો કામે લાગ્યા માધાપર ચોક માં થતી હોળી ની ઉજવણીની ત્યારીના દ્ર્શ્યો*

editor

Leave a Comment