• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયાધામની રામવાડી માં સદગુરૂદેવશ્રી* *ભોલેબાબાજીની* *૩૫મી પુણ્યતિથિ નિમિતે ભવ્ય દિવ્ય ભંડારો યોજાયો સુંદરકાંડના પાઠ ધૂન સંકીર્તન, મહા આરતી જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા*

જોડિયાધામ : જામનગર જિલ્લાના જોડિયાધામમાં આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કૂટીર ” રામવાડી ‘ આશ્રમ ખાતે શ્રી જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદા તેમજ પ્રાતઃ સ્મરણીય ૧૦૦૮ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીની અસીમ કૃપાથી પ્રતિ વર્ષ મુજબ આ વરસે સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીની ( ૩૫ મી ) પુણ્યતિથિ આજરોજ તારીખ : ૨૬ / ૬ / ૨૧ ના શનિવાર ના રોજ ભક્તિમયના દિવ્ય માહોલમાં ઉજવાયેલ છે આ દિવ્ય પાવન પુણ્યશાળી અવસરે તારીખ : ૨૫ / ૬ / ૨૧ ના રોજ઼ રાત્રીના શ્રી જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજીદાદાના મંદિરમાં દાદાના પાવન સન્મુખ સંગીતમય સુંદરકાંડ ના પાઠ , ધૂન , સંકીર્તન , તેમજ પૂજ્ય ભોલેબાબાજીના ભજનોની રંગત શ્રી અલ્કેશભાઈ સોનીએ જમાવી હતી તેમજ ૨૬ મીના શનિવારે પૂજ્ય ભોલેબાબાજીની તીથી નિમિતે સવારે ૭ : ૦૦ કલાકે પૂજ્ય બાબાજીનું વિશેષ પૂજન અર્ચન તેમજ ” અર્ચદાસ ” રામવાડી ના અનન્ય સેવક જ્યોતિબેન વડેરાએ કરેલ હતું તેમજ બપોરે ૧૨ : ૦૦ કલાકે સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીના મંદિરમાં ઢોલ , નગારા , અને શખ્ખોદ્વારા થી ” મહા આરતી ” કરવામાં આવેલ હતી જૅ આરતી શ્રી શનિભાઈ વડેરાએ ઉતારેલ હતી , તેમજ ભોલેબાબા કી જય ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠેલ હતું , તેમજ સાધુ ની ભજન મંડળીએ ભજનોની રંગત જમાવી હતી આ ઉપરાંત બપોરે ૧૨ : ૧૫ કલાકે પૂજ્ય ભોલેબાબાજીનો ” દિવ્ય ભવ્ય ભંડારો ” યોજાયેલ હતો જેમાં સાધુ , સંતો તેમજ વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તજનોએ ભંડારા નો મહા પ્રસાદ લીધેલ હતો તેમજ સાંજના ૪ : ૦૦ થી ૭ : ૦૦ વાગ્યાં સુધી શ્રી જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાના સન્મુખ સંગીતમય સુંદરકાંડના પાઠ , ધૂન સંકીર્તન ભાવિક ભક્તજનો દ્વારા સામુહિકમાં યોજાયેલ ત્યારબાદ શ્રી હનુમાનજીદાદા ની ભવ્ય ” દિપમાળા ની મહાઆરતી ” ઢોલ નગારા સાથે કરવામાં આવેલ હતી પૂજ્ય બાબાજીની પુણ્યતિથિ અને શનિવાર હોય વિશાળ સંખ્યામાં ભાવિકોએ દર્શનનો , મહા પ્રસાદનો લાભ લીધેલ હતો સરકારની ગાઈડ લાઈન અનુસાર આ કાર્યક્રમ યોજાયેલ હતો સમગ્ર કાર્યક્મ સદગુરૂશ્રી ” ભોલેબાબા સેવક સમુદાય ” દ્વારા યોજાયેલ હતો*લલિત નિમાવત દ્વારા*

Related posts

*આત્મીય કોલેજ રાજકોટ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રભક્તિને નવા આયમ સાથે વ્યક્ત કરવા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરાયું*

Hello Morbi

*HELLO MORBI:મુખ્ય સચિવ શ્રી રાજકુમાર અને રાજ્યના તમામ જિલ્લાના કલેકટર્સ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના કુરુક્ષેત્ર પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાતે*

editor

*HELLO MORBI: મોરબીમાં ભર બજારે માસુમ બાળક માતા નું હાથ મૂકીને પોતાની બાળ મસ્તીમાં ને મસ્તી ગુમ થઈ જતા ચિંતક માતાની પોલીસે બાળક સાથે ભેટો કરાવ્યો*

editor

Leave a Comment