• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ગુજરાત સરકારની ચારેય વીજ વિતરણ કંપનીઓ સર્વશ્રેષ્ઠ સેવાઓ માટે A+ (એ-પ્લસ) રેટિંગ સાથે રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ સ્થાને :*

 

*ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને તમામ વીજ કંપનીઓના અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી*

_______________

 

ગુજરાત સરકારના ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અંતર્ગતની ચારેય વીજ વિતરણ કંપનીઓ ; ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડે વીજ સેવાઓ અને ગુણવત્તામાં સર્વશ્રેષ્ઠ દેખાવ કરીને સમગ્ર ભારતમાં પ્રથમ ચાર ક્રમાંક અંકે કર્યા છે. એટલું જ નહીં ભારત સરકારના વીજ મંત્રાલય દ્વારા અપાયેલા નવમા વાર્ષિક ઈન્ટિગ્રેટેડ રેટિંગમાં A+ (એ-પ્લસ) નું સર્વોચ્ચ રેટિંગ મેળવ્યું છે.

 

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સક્ષમ નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની આ ચારેય વીજ વિતરણ કંપનીઓએ પોતાનું સર્વોચ્ચ સ્થાન જાળવી રાખ્યું છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ જ્વલંત સફળતા અને ઉત્કૃષ્ટ દેખાવ બદલ વિશેષ સ્થાન મેળવનાર વીજ કંપનીઓના અધિકારીઓ અને તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા છે.

_________________

Related posts

*HELLO MORBI:મોરબી સિટી બી ડિવી. પો.સ્ટે.ના એન.ડી.પી.એસ.ના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લામાં વરસાદી માહોલના પગલે ૨૮ ઓગસ્ટે યોજાનાર તાલુકા સ્વાગત અને ૨૯ ઓગસ્ટે યોજાનાર જિલ્લા સ્વાગત નહીં યોજાય*

editor

*ઓટો રીક્ષામાં નામ, સરનામુ અને સંપર્ક નંબર સહિતની વિગતો ડ્રાઇવર સીટ પાછળ લખવી ફરજીયાત*

Hello Morbi

Leave a Comment