• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સિહોરના પત્રકાર હરીશભાઈ પવાર ના દાદા નો આજે જન્મદિવસ*

આજરોજ તા.૮/૮/૨૧ રવિવાર એટલે ….સિહોર નું ઘરેણું એવા સિહોર ના સામાજીક કાર્યકર,આગેવાન,તેમજ વરિષ્ઠ પત્રકાર હરીશભાઈ પવાર “દાદા” નો આજે જન્મ દિવસ… *. સિહોર ના આગેવાન કાર્યકર તેમજ વરિષ્ઠ પત્રકાર હરીશભાઈ પવાર હુલામણા નામ એવા “દાદા” નો જન્મ દિવસ છે.હરીશભાઈ પવાર આગેવાન કાર્યકર તરીકેની કામગીરી નોંધપાત્ર રહી છે પત્રકાર તરીકે શંખનાદ ન્યુઝ ચેનલ તેમજ વિવિધ ઈલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા માં પણ સેવા આપી રહ્યા છે ,સામાજીક ક્ષેત્રે તેમજ રાજકીય ક્ષેત્રે પદાધિકારીઓ અને સરકારી ઓફિસો માં પણ અધિકારીઓ કર્મચારીઓ સાથે સારો એવો ઘરોબો ધરાવે છે,તેમજ સિહોર શ્રી મારું કંસારા જ્ઞાતિ ટ્રસ્ટ ના કા.પ્રમુખ તરીકે સારી એવી જવાબદારી નિભાવી રહ્યા છે જ્યારે કોરોના મહામારી માં સમયે ઉત્તમ કામગીરી ને લઈ રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન દરમિયાન સમાજ ને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે પ્રથમ ક્રમાંકે આવેલ તેમજ કોરોના મહામારી સમયે સેવાકીય પ્રવૃતિઓ ને લઈ સમાજ ને રાજકીય પક્ષ ના ભાજપ દ્વારા સન્માન પત્ર શિહોર શ્રી મારું કંસારા જ્ઞાતિ ટ્રસ્ટ ને સન્માન પત્ર મળેલ .ઉકાળા વિતરણ. મિથેલીન બલ્યુ,તેમજ વેક્સિન રસીકરણ કેમ્પ અને સમાજ દ્વારા કાનૂની શિબિર પણ યોજાવી સર્વશ્રેષ્ઠ પ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યા છે.,શિહોર તાલુકા કાનૂની સમિતિ ના મેમ્બર,એશિયા ની પ્રથમ ક્રમ ની સિહોર તા.નીજીથરી અમરગઢ હોસ્પિટલ માં કમિટી મેમ્બર,ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના (NGO)માં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે.તેમજ રકતદાતા તરીકે સિહોર નું ગૌરવ સમાન જેઓ એ તાલુકા માં વિક્રમી રકતદાતા તરીકે ૮૧ વખત રકતદાન કરી ,સન્માનિત પત્રો થી સન્માનિત થયેલ.હરીશભાઈ પવાર એટલે ગરીબો નો માણસ કહેવાય છે ગરીબ ગુરબા અને સામાન્ય માણસ નું કોઈ પણ નાનું મોટું કામ સરકારી કચેરીઓ માં અટકે અને હરીશ પવાર નો સંપર્ક સાંધો એટલે મદદે દોડી આવે ,આ પ્રકારનું લોકોના દિલ માં સ્થાન અંકિત કરનાર હરીશ પવાર પત્રકાર તરીકે પણ સિહોર પંથક માં “વનમેન શો” સાબિત થયા છે ત્યારે તેમના આજ રોજ તા.૮/૮/૨૧ રવિવાર એટલે હરીશ પવાર ” દાદા “નો જન્મ દિવસ નિમિત્તે પવાર પરિવાર..નો દિવસ શ્રાવણ માસ ના પવિત્ર દિન ની ઉજવણી કરશે

Related posts

**મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે ધાર્મિક કાર્યો હવે કરી શકાશે એડવાન્સ બુકિંગ સાથે*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી સિરામિક એસોસીએશન દ્વારા નવનિયુક્ત એસપી નું સન્માન સ્વાગત કરાયું*

editor

*પત્રકારોની દયનીય હાલત : જવાબદાર કોણ ??*

Hello Morbi

Leave a Comment