• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી ના પાવન પર્વ નિમિતે બાળકો માટે ડીઝીટલ “રાધા-કૃષ્ણ” સ્પર્ધા તથા મટકીફોડ યોજાશે*

 

*રાજકીય યાત્રા મા જનમેદની ની છુટછાટ પરંતુ હિન્દુ ધર્મ ના પવિત્ર પર્વ જન્માષ્ટમી ની શોભાયાત્રા મા જનસંખ્યા ની મર્યાદા તથા જાહેર મટકીફોડ ના કાર્યક્રમ પર પ્રતિબંધ જાહેર થતા સંસ્થા દ્વારા ડીઝીટલ કાર્યક્રમ નો નિર્ણય*

 

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા આગામી તા.૩૦ સોમવાર ના રોજ *કૃષ્ણ જન્મોત્સવ* ની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવા નુ નિર્ધારિત કરવા મા આવ્યુ છે. જે અંતર્ગત ૧૨ વર્ષ સુધી ના બાળકો માટે ડીઝીટલ “રાધા-કૃષ્ણ” સ્પર્ધા નુ આયોજન કરવા મા આવ્યુ છે. જન્માષ્ટમી ના દીવસે નાના બાળકો ને પોતાના ઘરે રાધા અથવા કૃષ્ણ ભગવાન ના વસ્ત્રો પરિધાન કરાવવા ના રહેશે તેમજ ૧.૫ થી ૨ મીનીટ નો વિડીયો બનાવી સંસ્થા ના પદાધિકારી શ્રી કૌશલભાઈ જાની વોટ્સએપ નં- ૭૦૬૯૬૭૫૨૧૯ અથવા વિશાલભાઈ ગણાત્રા વોટ્સએપ નં-૮૨૩૮૪૬૬૨૦૨ પર વોટ્સએપ દ્વારા મોકલવાનો રહેશે. બાળકો દ્વારા વક્તવ્ય, ગીતાજી ના શ્લોક અથવા પરિવાર ના સભ્યો સાથે રહી પોતાના નિવાસ સ્થાને જ મટકીફોડ નો કાર્યક્રમ યોજી બાળકો ના વરદ્ હસ્તે મટકી ફોડ યોજી તેનો વિડીયો બનાવી તા.૩૦ સોમવાર ના રોજ સંસ્થા ના પદાધિકારી ના ઉપરોક્ત વોટ્સએપ નંબર પર મોકલવા નો રહેશે. વિડીયો સાથે બાળક નુ નામ, ગામ, વાલી નો સંપર્ક નંબર, બાળક ના આધાર કાર્ડ અથવા જન્મ નુ પ્રમાણપત્ર નો ફોટો મોકલવાનો રહેશેવિજેતા સ્પર્ધકો ને સંસ્થા તરફ થી ઈનામ તથા દરેક સ્પર્ધકો ને આશ્વાસન ઈનામ અર્પણ કરવા મા આવશે. સ્પર્ધા મા મોરબી જીલ્લા મા સમાવિષ્ટ મથક ના બાળકો ભાગ લઈ શકશે. વધુ માહીતી માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ- મંત્રી નિર્મિત ભાઈ કક્કડ મો.૯૯૯૮૮૮૦૫૮૮ નો સંપર્ક કરવા શહેર અધ્યક્ષ શ્રી ભાવીનભાઈ ઘેલાણીએ યાદી મા જણાવ્યુ છે.

*અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી શ્રી ની અધ્યક્ષતા મા મળેલ બેઠક મા જન્માષ્ટમી ના પર્વ ની ઉજવણી અંગે ગાઈડલાઈન જાહેર કરવા મા આવી છે જેમા ૨૦૦ લોકો ની છુટ સાથે શોભાયાત્રા યોજી શકાશે પરંતુ જાહેર મટકીફોડ કાર્યક્રમ પર પ્રતિબંધ ફરમાવવા મા આવ્યો છે. જાહેર મટકીફોડ પર પ્રતિબંધ, તો શોભાયાત્રા નો શું મતલબ? કરોડો હિન્દુઓ ની આસ્થા ભગવાન શ્રી કૃષ્ણ પર રહેલી છે ત્યારે કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી પર કોરોના નુ ગ્રહણ, પરંતુ નેતાઓની યાત્રા મા વિશાળ જનમેદની એકઠી કરવા પર છુટછાટ?* જેવા યક્ષ પ્રશ્નો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ઉઠાવી કાયદા ની મર્યાદા મા રહી ડીઝીટલ જન્માષ્ટમી ની ઉજવણી કરી ઘરે-ઘરે મટકી ફોડ કરી શ્રી કૃષ્ણ જન્મોત્સવ વધાવવા નુ નિર્ધારિત કરવા મા આવ્યુ છે.

 

લી.

નિર્મિત કક્કડ

મંત્રી

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ

મોરબી.

Related posts

*જોડિયાના જાંબુડા પાટીયા પાસે રેતીનો ટ્રક પલટી મારી જતા થોડીવાર માટે વાહન વ્યવહાર અટકાવ્યો હતો*

Hello Morbi

*મોરબી જલારામ મંદિર ખાતે આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૧૮૬ દર્દીઓએ લાભ લીધો*

Hello Morbi

*હડીયાણા માધ્યમિક શાળા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ*

Hello Morbi

Leave a Comment