• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જુનાગઢ જિલ્લાના એ.આઈ.એમ.આઈ.એમ.* *પાર્ટીના પ્રમુખ દ્વારા માંગરોળ મામલતદાર કચેરી ની કામગીરી બાબતે કલેક્ટર ને ફરિયાદ કરી*

*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*                            માંગરોળ તા.24/9/2021

જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમા મામલતદાર ઓફીસમા ચાલતી દાદાગીરી અને બળજબરી સામે કલેક્ટર ને ફરિયાદ કરવામા આવેલ છે.

જાણવા મળેલ વિગતો મુજબ માંગરોળ મામલતદાર કચેરીએ આવકના દાખલાઓ કઢાવવા લોકોની ભીડ રહેતી હોય છે. આ દાખલાઓ કઢાવવા જતા લોકોને હાલાકીનો ભોગ બનવું પડે છે,તેમજ અમૂક કેસો મા અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતની ખરાઈ કર્યા વગર વર્ષે રુપિયા 65000/= આવક ધરાવતા અરજદાર લોકોને પણ એક લાખ થી ઉપરના આવકના દાખલાઓ પકડાવી દેવાની ફરિયાદ ઉઠવા પામી છે. આજથી 2 દિવસ અગાઉ તો અરજદારો સવારના 11 વાગ્યાના લાઈનમા બેઠા હતા છતાં દાખલાઓ કાઢી આપનારા જવાબદાર તલાટીઓ જ હાજર ના હતા. મામલતદાર ને ટેલીફોનીક ફરિયાદ બાદ તેઓ બપોરે 12 કલાકે હાજર થયા પરંતુ કામ ના આળસુ અને વારંવાર મોડા આવતા આ અધિકારીઓ એ લોકોના આવકના દાખલા કાઢવામા વગર કોઈ ખરાઈ કર્યે પોતે ધારેલી રકમો લખીને આવકના દાખલાઓ પધરાવી દેતાં અરજદારોએ હોબાળો કર્યો હતો અને સ્થાનિક આગેવાનોને આ સમસ્યા બાબતે ફોન કર્યા હતા.

તા.23/9/21ના રોજ એક વિધવા મહિલાના આવકના દાખલામા પોતાની મરજીથી રુપિયા 85000/= નો આવકનો દાખલો પધરાવતાં ફરી અરજદારો દ્વારા ફરિયાદ કરાતાં સ્થળ ઉપર હાજર મામલતદાર તથા તલાટીઓ અને સ્ટાફે એક સ્થાનિક મહિલા સોશિયલ વર્કર બહેનનુ જાહેરમા અપમાન કરી અણછાજયા શબ્દો કહી અને એક જાતિ વિશેષ બાબતે ખરાબ ઉચ્ચારણો કરવામા આવ્યાં હતાં અને અંદર કરાવી દેવાની ધમકીઓ આપવામા આવી હતી. આ હકીકત ની જાણ એ.આઈ.એમ.આઈ.એમ.ના જુનાગઢ જિલ્લાના પ્રમુખ સુલેમાનભાઈ પટેલને થતાં તેઓએ આ ઘટનાને ગંભીરતાથી લઈ વારંવાર ગેરહાજર રહેતા અને અરજદારો સામે દાદાગીરી કરતા મામલતદાર ઓફિસના જવાબદાર અધિકારીઓ સામે અને સ્ટાફ સામે તપાસ કરી પગલા લેવા અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે જિલ્લા કલેક્ટર જુનાગઢ તથા રેવન્યુ મંત્રી ગાંધીનગરને લેખિત ફરિયાદ કરી છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં આ વર્ષે પ્રાચીન સંસ્કૃતિની થીમ સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન*

editor

*જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ કરાયો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોટા દહીસરા ગામમા જાહેરમાં જુગાર રમતા ઇસમોને પકડી પાડતી માળીયા મીયાણા પોલીસ*

editor

Leave a Comment