• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી ધર્મપત્નિ ના જન્મદીન ની ઉજવણી કરતા મોરબી ના જાણીતા તબિબ ડો. હિતેશ પટેલ*

*ઓમ કાન-નાક-ગળા ની હોસ્પીટલ વાળા નિષ્ણાંત તબિબ ડો. હિતેશ પટેલ ની પ્રેરક પહેલ*

 

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે મોરબી ના જાણીતા નિષ્ણાંત તબિબ ડો. હિતેશ પટેલ ( ઓમ કાન-નાક-ગળા ની હોસ્પીટલ) દ્વારા તેમના ધર્મપત્નિ દીપ્તિબેન ના જન્મદીન ની ઉજવણી સદાવ્રત મા મહાપ્રસાદ યોજી કરી હતી.

પ્રવર્તમાન સમયે લોકો પોતાના જન્મદીન ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબી ના નિષ્ણાંત તબિબે સેવા કાર્ય મા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ,હીતેશભાઈ જાની, ચિરાગ રાચ્છ, ભગવાનજીભાઈ પટેલ (ગુરુકૃપા હોટેલ), કીશોરભાઈ ચંડીભમર, મનિષ પટેલ, હસુભાઈ પંડિત સહીતના અગ્રણીઓ એ અભિનંદન સહ જન્મદીન ની શુભકામના પાઠવી હતી.

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ

શ્રી જલારામ સેવા મંડળ

મોરબી

Related posts

*HELLO MORBI:સિરામિક ઉદ્યોગમા વપરાતા ગેસમા ઇમ્પોર્ટ ડ્યુટી માં તોતિંગ વધારો ઝીંકી દેતા દાઝ્યા પર ડામજેવી મોરબી સિરામિક ઉદ્યોગની સ્થિતિ*

editor

*HELLO MORBI:*B.Sc Sem 3 ના રિઝલ્ટમાં નવયુગનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન… જિલ્લાના ટોપ 5 માં તમામ સ્થાનો પર ચમકતા નવયુગ મહિલા સાયન્સ કોલેજના સ્ટુડન્ટ્સ*

editor

*કોળી કેરિયર એકેડમી વાંકાનેર દ્વારા પોલીસ ભરતીના તાલીમ વર્ગનું લાભપંચમીથી શુભારભ*

Hello Morbi

Leave a Comment