• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા તાલુકા નું રણજીતપર ગામ સમરસ ગ્રામ પંચાયતની સ્થાપના થઇ ત્યારથી ચૂંટણી જ નથીયોજાઈ*

જોડિયા તાલુકાના રણજીતપર ગ્રામ પંચાયતની સ્થાપનાથી

આજ-દિન સુધી પંચાયતની ચૂંટણી જ નથી થઈ

 

• રણજીતપર ગ્રામ પંચાયતની સ્થાપનાથી સમરસ, આ વખતે પણ સમરસ જાહેર થઈ

 

• મારૂ ગ્રામ ગોકુયુ ગ્રામ, નિર્મળ ગ્રામ, જાહેર થયેલું આ ગામ ઘરે-ઘરે શૌચાલયથી સજ્જ

 

• ગામમાં પેવર બ્લોક, સીસી રોડ, સીસીટીવી કેમેરા, આંગણવાડી, શાળા સહિતની સુવિધાઓ

 

જામનગર જોડીયા સહિત ગુજરાતમાં ગ્રામ પંચાયતનો આગામી 19મી ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે. ત્યારે જામનગર જોડીયા તાલુકાના રણજીતપર ગામમાં આઝાદીના સમયથી આજ દિવસ સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી જ નથી થઈ. અહીં સમરસ ગ્રામ પંચાયત બની છે.

 

જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે એક તરફ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે અનેક ગામોમાં સામ-સામે સ્થાનિક આગેવાનો દ્વારા ચૂંટણી લડાઈ રહી છે. ત્યારે જોડીયા તાલુકાના રણજીતપર ગામના ગ્રામજનો અને અગ્રણીઓએ ભેગા થઈને સમરસતાથી સરપંચ અને સભ્યો ચૂંટી કાઢ્યાં છે. આ વખત સરપંચ તરીકે રણછોડભાઈ બેચરભાઈ રાઠોડ, ઉપ-સરપંચ તરીકે હરિલાલ રાઘવાણી સભ્ય તરીકે ગીરીશભાઈ વેગડ, હરિલાલ રાઘવાણી, કિશનભાઇ વકાતર, રમાબેન પરમાર, વનીતાબેન સાપરિયા, રંજનબેન સાપરિયા, અને સરોજબેન ગાંગાણી ની ગ્રામજનો દ્વારા સરપંચ ઉપસરપંચ અને સભ્યોની સર્વાનુ મતે વરણી કરવામાં આવી છે.

 

નાનકડું રણજીતપર ગ્રામ માં ટોટલ મતદારો 213 છે જેમાં 124 પુરુષ અને 89 સ્ત્રી મતદારો ના નામ નોંધાયેલા છે. જેમાં મુખ્યત્વે કડિયા સમાજ, ભરવાડ સમાજના લોકો વસવાટ કરે છે. સમરસ ગ્રામ પંચાયત થતાં ગામની એકતા અને એકબીજા પર અતૂટ વિશ્વાસને લઈને રણજીતપર ગ્રામ અન્ય માટે પ્રેરણારૂપ બન્યું છે. આ તમામ મતદારો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કે ધારા સભા, સંસદ સભા ના મતદાન સમયે પંચાયત નક્કી કરે તેને જ મતદારો દ્વારા અગાઉથી જ નિર્ણય કરવામાં આવતો હોય છે કે કઈ પાર્ટી ને આપણે સપોર્ટ કરવો તેને અનુલક્ષી ને ગામના મતદારો તેજ પાર્ટી તરફી મતદાન કરે છે.

 

રણજીતપર ગામ ની વિશેષતાઓ અને સુવિધાઓની જો વાત કરીએ તો ગામની અંદર શંકર ભગવાનનું મંદિર, રામ મંદિર તેમજ જાગૃત તું પીરાણુ સલાહપીર દાદા ની જગ્યા ગામજનો દ્વારા આસ્થાનું કેન્દ્ર બન્યં છે. આ જગ્યા ઉપર ગ્રામજનો દ્વારા દર અષાઢી બીજના દિવસે સમુહ પ્રસાદ નું આયોજન કરવામાં આવે છે જેમાં અન્ય ગામમાં વસતા ભાઈઓ તેમજ શહેરમાં વસવાટ કરતાં ગ્રામજનો આ દિવસે અચૂક હાજરી આપવા આવતા હોય છે. ગામમાં એક પણ મુસ્લિમ રહેતો ન હોવા છતાં પણ સલાહપીર દાદા ની જગ્યા નું સવાર-સાંજ ધૂપ ગ્રામ ના સભ્યો દ્વારા કરવામાં આવતો હોય છે.

 

રણજીતપર ગામમાં વિકાસની વાત કરીએ તો, આખા ગામમાં પેવર બ્લોક, સીસી રોડ, સીસી કેમેરા, ધરે ધરે પાણીના નડ ની સુવિધા, વિશાળ ગ્રામ પંચાયત કચેરી, આંગણવાડી, શાળા સહિતની સુવિધાઓ છે. ગ્રામજનો વિવિધ સંસ્થાઓ સાથે તેમજ સરકારી તંત્ર સાથે મડીને વિકાસ કામો અવિરત પણે કરવામાં આવે છે. રણજીતપર ગામમાં આજદિન સુધી ગ્રામપંચાયત સમરસ થતાં સરકાર દ્વારા પ્રોત્સાહનરૂપે મળતા રૂપિયા થકી ગામનો વિકાસ કરવામાં આવ્યો છે.

Related posts

*મોરબી શહેર કોંગ્રેસ સમિતી ના મહામંત્રી પદે અગ્રણી ઉદ્યોગપતિ શ્રી જયેશભાઈ કંસારા ની વરણી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલમાં આંગણવાડી વર્કર પડતર માંગણીઓને લઈને કામગીરીથી અળગા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલ: ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના વરદ હસ્તે સાત નવી એસટી બસો નું લોકાર્પણ કરાયું*

editor

Leave a Comment