• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી: ખાત મુર્હૂત થયેલ હીરાસરીના માર્ગનું કામ શરૂ કરવા સીએમ ને રજૂઆત કરતા કે ડી બાવરવા*

પ્રતિ, તા. ૨૯/૧૨/૨૦૨૧.

મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ,

ગુજરાત રાજ્ય,

નવા સચિવાલય,

ગાંધીનગર.

 

વિષય – ખાતમુરત થયેલ હીરાસરી માર્ગનું કામ ચાલુ કરવા બાબત.

 

મહેરબાન સાહેબ શ્રી

જય ભારત શાથ ઉપરોક્ત વિષય અન્વયે સવિનય જણાવવાનું કે અમો એ આપ સાહેબ ને હીરાસરીના માર્ગ ને રીપેરીંગ કરવા બાબતે રજૂઆત કરેલ હતી.

 

જેના અનુસંધાને અમારા મોરબીના ધારા સભ્ય અને ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દ્વારા આ કામનું ખાતમુરત પણ આજ થી એક મહિના ના કરતા પણ વધારે સમય પહેલા કરવામાં આવેલ હતું. ખાતમુરત થયું ત્યારે લોકો કહેતા હતા કે આ તો ખાતમુરત વીર છે. કામ ચાલુ ક્યારે થશે તે નક્કી નહિ. ખરેખર તો આ ખાતમુરત ત્યારે જ કરવામાં આવતું હોય છે. કે જયારે કામ ચાલુ કરવાનું હોય પરંતુ મોરબી ના આ મંત્રી શ્રી ના હસ્તે તો આવા અસંખ્ય ખાતમુરત થયા છે. જેમાંના ખુબજ ઓચ્છા કામો ચાલુ થયા છે. અને નથી કામો ચાલુ થાય તેમાં આ હીરાસરી માર્ગ નો સમાવેશ થાય છે.

 

લોકો તો એમ પણ કહે છે કે આતો મુર્ખ બનાવવા માટે ના ખાતમુરતો છે. કામ તો ચુંટણી આવશે ત્યારે ચાલુ કરશે, અને પાંચ વર્ષે બીજી ચુંટણી આવશે ત્યારે પૂરું કરશે. અને તેનું લોકાપર્ણ કરશે. જેવી રીતે રાજકોટ મોરબી રોડ ને ફોરલેન કરવાનું કામ ગોકળ ગાય ની ગતિ એ ચાલે છે. તેમાં આમાં પણ થશે.

 

તો અમારી આપ સાહેબ પાસે નમ્ર વિનતી સાથે માંગણી છે. કે આ કામ તાત્કાલિક ચાલુ કરાવી ને તાત્કાલિક પૂરું કરવા માટે યોગ્ય આદેશો કરશો જી.

 

જો આવું કરવામાં નહી આવે તો અમારે ના છુટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે.

 

તો આ બાબતે યોગ્ય કરવા વિનતી.

 

 

 

આપના સ્નેહાધીન

 

(કાન્તિલાલ ડી. બાવરવા)

જનરલ સેક્રેટરી

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન

 

નકલ સાદર રવાના :-

(૧) પ્રતિ શ્રી સુખરામભાઈ રાઠવા સાહેબ , નેતા શ્રી પ્રતિ પક્ષ ગુજરાત વિધાનસભા નવા સચિવાલય ગાંધી નગર તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી.

(2) પ્રતિ માનનીય શ્રી જગદીશભાઈ ઠાકોર સાહેબ ,પ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ

રાજીવ ગાંધી ભવન , એલિશબ્રીજ અમદાવાદ , તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી સહ.

(3) પ્રતિ કલેક્ટર શ્રી મોરબી જિલ્લા મોરબી તરફ જાણ તેમજ યોગ્ય આદેશ કરવા તેમજ યોગ્ય

ભલામણ સાથે અમારી રજૂઆત ઉપર મોકલી આપવા વિનંતી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: 𝐏𝐆𝐕𝐂𝐋 ધાંધિયાથી રવાપર રોડ બોનીપાર્ક વિસ્તાર ના લોકો ત્રાહીમામ*

editor

Car Insurance New Policy: જેટલી કાર ચલાવો, એટલું જ ભરો પ્રીમિયમ, લોન્ચ થઇ ગજબની ઓટો પોલિસી

Hello Morbi

*મોરબીમાં રઘુવંશી સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ના ભાગરૂપે સન્માન સમારંભ યોજાયો*

Hello Morbi

Leave a Comment