• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસા જલારામ મંદિરે સંકલ્પ દાન કરી રાજીપો અનુભવતા દાતા શ્રી કનૈયાલાલ ઠકકર*

ડીસા જલારામ મંદિર દ્રારા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ થાય છે.”ભૂખ્યાને ભરપેટ ભોજન” એ જલારામ મંદિર ડીસાનો મુખ્ય હેતુ છે.શ્રી જલારામ ભોજનાલય અને અન્નક્ષેત્રમાં અનેક દાતાઓનો હૂંફાળો,માયાળુ અને પ્રેરણાદાયી સહયોગ છે.તાજેતરમાં લાખણી તાલુકાના જડિયાલીના વતની અને હાલ ડીસા રહેતા જલારામ ભકત કનૈયાલાલ ચેનારામજી ઠકકરે કરેલ સંકલ્પ અનુસંધાને તેમણે જલારામ મંદિર ડીસાને રૂપિયા 1,11,111(એક લાખ અગીયાર હજાર એકસો અગીયાર) અર્પણ કરી અત્યંત રાજીપો અનુભવ્યો હતો.જલારામ મંદિર ડીસા દ્રારા તેમનું સાલ ઓઢાડી જલારામ દર્શન પુસ્તક અર્પણ કરી ગૌરવભેર સન્માન કરવામાં આવ્યું હતું.

આ અવસરે જલારામ સેવકો સર્વ કનુભાઈ આચાર્ય,ભગવાનભાઈ બંધુ,નટુભાઈ આચાર્ય ,દિનેશભાઈ ચોક્સી,ભરતભાઈ ઝાબવાળા, આનંદભાઈ પી.ઠકકર, મફતલાલ મોદી,નાથાલાલ ખત્રી,આર.ડી.ઠકકર, ચંદુભાઈ એટીડી,મહેશભાઈ ઉડેચા,દીલીપભાઈ બારોટ સહિત સૌએ ખાસ ઉપસ્થિત રહી દાતા કનૈયાલાલ ઠકકર ને અભિનંદન આપી સન્માન કર્યું હતું.દાતા કનૈયાલાલ અગાઉ વિરપુર પૂજ્ય જલારામ બાપાનાં દર્શન કરવા ગયેલ પણ ત્યાં પરંપરા અને નિયમ મુજબ પ્રેમથી દાનનો અસ્વીકાર કરીને સ્થાનિક લેવલે વાપરવા સૂચના મળતાં તેઓએ આ સંકલ્પ દાન જલારામ મંદિર ડીસાને અર્પણ કરીને રાજીપો અનુભવ્યો હતો..

Related posts

*મોરબી: તાલુકાના બગથળા ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ આરોપીઓને ઝડપી પાડતી મોરબી તાલુકા પોલીસ ની ટીમ*

Hello Morbi

*મોરબી શહેરને સ્વચ્છ બનાવવા નગર પાલિકાના ઉપપ્રમુખ સહિતના સભ્યોએ “સાવરણા લીધા*

Hello Morbi

*HELLO MORBI: વીએચપી, બજરંગદળ, આરએસએસ અને હળવદ યુવા ગૃપ દ્વારા સ્થળાંતરિત આશ્રિતોની કરી રહ્યા છે સેવા*

editor

Leave a Comment