• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શ્રી હડિયાણા કન્યા શાળામાં લોકાર્પણ કાર્યક્રમ યોજણો.*

શરદ એમ.રાવલ.. હડિયાણા..

આજ રોજ તારીખ 2 જાન્યુઆરી 2022 ને રવિવારના રોજ જામનગર જિલ્લાની જોડિયા તાલુકાની શ્રી હડિયાણા કન્યા શાળામાં મૂળ નિવાસી હડિયાણા, હાલ મુંબઈ દાદર નિવાસી શ્રીમાન મહેન્દ્રકુમાર તારાચંદભાઈ મહેતાના સહયોગથી શાળાને દાનમાં આપેલ R. O. પ્લાન્ટનું લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મહેતા પરિવારમાંથી પંકજભાઈ મહેન્દ્રકુમાર મહેતા, પારસભાઈ મહેન્દ્રકુમાર મહેતા તથા આદર્શભાઈ વિનોદરાય મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત શ્રી હડિયાણા કન્યા શાળાના દરેક વર્ગખંડમાં સાઉન્ડ સિસ્ટમ ગોઠવવામાં આવી છે. આ સાઉન્ડ સિસ્ટમ ના દાતાશ્રીઓ શાળાના મ.શિ. સી.ઓ.ધમસાણીયા અને અલ્પેશભાઈ પિતામ્બરભાઈ કગથરા છે. ઉપરાંત નંદાસણા કાર્તિકભાઈ, કાનાણી હાર્દિકભાઈ, નંદાસણા જયભાઈ, નંદાસણા અશોકભાઈ, કાનાણી પિયુષભાઈ વગેરેએ શાળામાં મફતમાં આ સાઉન્ડ સિસ્ટમનું ફીટીંગ કામ કરી આપ્યું હતું. ઉપરોક્ત તમામ દાતાશ્રીઓનો આજરોજ હડીયાણા કન્યા શાળાની વિદ્યાર્થીની બહેનો દ્વારા સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું આ લોકાર્પણ તથા દાતાઓના સન્માન કાર્યક્રમમાં હડીયાણા ગામના સરપંચ શ્રી જયસુખભાઈ પરમાર, શાળાની S.M.ક.ના અધ્યક્ષ રાકેશભાઈ પરમાર, શિક્ષણવિદ વશરામભાઈ કાલાવડીયા, અશ્વિનભાઈ લીંબાણી, મંદિર ના પુજારી સુભાષભાઈ કુબાવત. અશોકભાઈ ગડારા વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના મદદનીશ શિક્ષિકા દેવાંગીબેન બારૈયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય શ્રી અરવિંદ એન. મકવાણા દ્વારા તમામ દાતાશ્રીઓ તથા ઉપસ્થિત સૌ મહેમાનશ્રીઓનો શ્રી હડિયાણા કન્યા શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો…..

 

Related posts

*રાજ્યમાં ધોરણ 1થી 9ના વર્ગોમાં આગામી 5 ફેબ્રુઆરી સુધી ઓનલાઇન શિક્ષણ અપાશે*

Hello Morbi

*HELLO MORBI: માળીયા ની સુલતાનપુર શાળા માં વન દિવસ ની ઉજવણી કરાઈ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:માળીયા તાલુકા ના ખાખરેચી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીના 𝟐𝟏 દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું**

editor

Leave a Comment