• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શ્રી હડીયાણા કન્યાશાળામાં ગિજુભાઈ બધેકા બાળમેળો તથા લાઈફ સ્કીલ મેળાનું આયોજન* 

શરદ એમ.રાવલ.. હડિયાણા….

આજરોજ તારીખ 5 જાન્યુઆરી 2022ના રોજ જોડિયા તાલુકા ની શ્રી હડીયાણા કન્યા શાળામાં સરકારશ્રીના પરિપત્ર મુજબ ધોરણ 1 થી 5 ના બાળકો માટે ગિજુભાઈ બધેકા બાળમેળો તથા ધોરણ ૬ થી ૮ ના બાળકો માટે લાઈફ સ્કીલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું હડીયાણાના સી.આર.સી કનુભાઈ જાટીયાના માર્ગદર્શન હેઠળ આ બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી હડિયાણા કન્યા શાળાની મોટાભાગની વિદ્યાર્થીની બહેનોએ જુદા જુદા વિભાગોમાં ભાગ લીધો હતો. આ બાળમેળામાં ચિત્રકામ, જાદુના પ્રયોગો, કાગળકામ, માટીકામ, કોતરણીકામ, ચીટક કામ, ફૂલ માળા બનાવવી, શાકભાજીનો પરિચય,બ્યુટી કોર્નર, જીવન ઉપયોગી સ્કીલ, પોષ્ટિક આહારનો પરિચય, મરી મસાલાનો પરિચય, વેસ્ટ માંથી બેસ્ટ, વગેરે જેવી અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. ગિજુભાઈ બધેકા બાળમેળો અને લાઈફ સ્કીલ મેળામાં શાળાના તમામ શિક્ષકો એ ખૂબ જ ઉત્સાહથી બાળકોને માર્ગદર્શન આપ્યું હતું. શાળામાં યોજાયેલ ગિજુભાઈ બધેકા બાળમેળો તથા લાઈફ સ્કીલ મેળામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીની બહેનોને શાળાના આચાર્ય શ્રી અરવિંદ મકવાણા. તમામ શિક્ષક ભાઈ બહેનો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી…..

 

Related posts

*HELLO MORBI NEWS:ભગવાન પરશુરામજી શોભાયાત્રાનું જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવ્યું ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય સન્માન*

editor

*HELLO MORBI NEWS:મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત ની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથી એ શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો પંડ્યા પરિવાર*

editor

Kotak Mahindra Bank to invest Rs 500 crore in Yes Bank

Admin

Leave a Comment