• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ગીર સોમનાથ જિલ્લા ના ૨૦ માછીમારો પાકીસ્તાન જેલ માં થી મુક્ત કરવામાં આવ્યા*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

કોડીનાર તાલુકાના ના ઘાંટવડ ગામ ના એક દરબાર સમાંજ ના યુવાન મનું ભાઈ વીરા ભાઈ રાઠોડ ને આજે પાકીસ્તાન ની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા

ભારત ના કુલ ૨૦ માછીમારો ને મુક્ત કરવામાં આવ્યા હતા તેમાં ઉત્તરપ્રદેશના ૫ અને ગીર સોમનાથ જિલ્લા ના ૧૫ માછીમારો પાકીસ્તાન ની જેલ માં ૪ વર્ષ થી હતા પાકિસ્તાન જેલ માંથી 20 માછીમારો મુક્ત થશે.૨૦ પૈકી ૫ ઉત્તરપ્રદેશના તેમજ ૧૫ ગીર સોમનાથ જિલ્લા ના.ચીખલી ગામના ૪ બોડીદર ગામના ૩ કાજ ગામના ૨ ઘાટવડ ગામના ૧ છારા ગામના ૧

કડોદરા ગામના ૧ દામલી ગામના ૧ સંજવાપુર ગામના ૧ વાવડી સુત્રાપાડા ગામના ૧ એમ ટોટલ ૧૫ માછીમારો ગીર સોમનાથ ના માછીમારો માદરે વતન પહોંચશે.

ફિશરીઝ વિભાગ ની ટિમ દ્વારા વાઘા બોર્ડર થી વેરાવળ ખાતે લઈ આવશે..પરિવારજનોમાં ખુશીનો માહોલ:પાક.માંથી ૨૦ માછીમાર મુક્ત,૨૪ તારીખે વાઘા બોર્ડર પહોંચશે

પોરબંદર 3 દિવસ પહેલા હજુ પાકિસ્તાન જેલમાં ૫૫૭ ભારતીય માછીમાર કેદ

પાકિસ્તાન માંથી ૨૦ માછીમારોને આજે મુક્ત કરાયા છે. ૨૪ તારીખે આ માછીમારો વાઘા બોર્ડર પહોંચશે. હજુ પાકિસ્તાન જેલમાં ૫૫૭ ભારતીય માછીમારો કેદ છે તેઓને મુક્ત કરવા રજુઆત કરાઈ છે. ભારતીય જળસીમા માંથી પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ભારતીય માછીમારોને બોટ સાથે અપહરણ કરવામાં આવે છે. ત્યારે હાલ ૫૭૭ જેટલા ભારતીય માછીમારો પાકિસ્તાન જેલમાં છે જેમાંથી ૨૦ જેટલા ભારતીય માછીમારોને આજે ગુરુવારે મુક્ત કરવામાં આવ્યા છે.

આ માછીમારો તા. ૨૪ના રોજ વાઘા બોર્ડરે પહોંચશે અને ત્યાંથી તેઓ પોતાના વતન પરત ફરશે. આ ૨૦ જેટલા માછીમારો કોડીનાર તથા ઉના પંથકના હોવાનું જાણવા મળ્યું છે. ૨૦ માછીમારોને મુક્ત કરવાના સમાચાર મળતા તેમના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળે છે.

હાલ પાકિસ્તાન જેલમાં ૫૫૭ માછીમારો છે. અને ભારતીય બોટ પણ પાકિસ્તાનના કબ્જામાં છે. ત્યારે પાકિસ્તાન ઇન્ડિયા ફિશ ફોરમ ડેમોક્રેશીના પોરબંદરના આગેવાન જીવનભાઈ જુંગીએ જણાવ્યું હતું કે હાલ પાકિસ્તાન જેલમાં ૫૫૭ માછીમારો છે. ભારત સરકાર દ્વારા આ ભારતીય માછીમારો અને તેઓની બોટ સાથે વહેલી તકે મુક્ત કરવામાં આવે તેવા પ્રયાસ હાથ ધરવામા આવે તેવી માંગ સાથે વધુ એક વખત રજુઆત કરવામાં આવી છે.

મુક્ત કરાયેલ ૨૦ માછીમારના નામની યાદી

સુનિલ પ્યારેલાલ, રાજો વિનોદ, બાચીલાલ રામસેહવાક, બાબુ પ્યારેલાલ, વિવેક રામબસલ, જયસિંગ ડોસાભાઈ, દિનેશ રાયસિંગ, કંબાલપા ભવ્યેશ બાબુભાઇ, હરિ ભીખા, મનુ વીરા રાઠોડ કરશન ખીમા, ભગત બસુ, ભાવેશ ભીખા, નરેશ સિદી, કાના દેવા, ગોપાલ જીણા, અહમદ દાદા, ભીમા માલા, ભરત હાજા અને ધીરો કલાહ નો સમાવેશ થાય છે

Related posts

*HELLO MORBI NEWS: મોરબી માં દારૂ પી લૂખ્ખા નો આતંક મચાવ્યો વેપારી એ મફત વસ્તુ ન આપતા દૂકાનમાં તોડફોડ કરી*

editor

*HELLO MORBI: ધાંગધ્રા ખાતે જેઠસુદ બીજ ની દરિયાલાલ મંદિર ધામધુક પૂર્વક ઉજવણી કરવામાં આવી*

editor

*HELLO MORBI:ટંકારા: લોહાણા રઘુવંશી રત્ન ભાવિનભાઈ સેજપાલ ના ધર્મ પત્ની શ્રી ચાર્મીબેન સેજપાલની ટંકારા તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ તરીકે વરણી*

editor

Leave a Comment