• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર જિલ્લા કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલમાં જોડિયા તાલુકાની હડિયાણા કન્યા શાળા અને આઈ.ઈ.ડી. વિભાગ જામનગર શિક્ષકોએ મેદાન માર્યું.*

શરદ એમ.રાવલ.. હડિયાણા…

જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર આયોજીત તા.૧૦ અને ૧૧ જાન્યુઆરીના રોજ જિલ્લા કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગરમાં યોજવામાં આવેલ. જેમાં જામનગર, લાલપુર, જામ-જોધપુર, કાલાવડ, ધ્રોલ અને જોડિયા તાલુકામાંથી પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં ઈનોવેટિવ શિક્ષકોએ પોતે કરેલા ઇનોવેશનમાં ભાગ લીધેલ.

જેમાંથી પ્રાથમિક વિભાગમાં દ્વિતીય નંબર પર હડીયાણા કન્યા શાળાના મ.શિ. બારૈયા દિવાંગીબેન માધવજીભાઈ તેમજ માધ્યમિક વિભાગમાં પ્રથમ નંબર પર આઈ.ઈ.ડી. વિભાગનાં વિશિષ્ટ શિક્ષક ગોહિલ પંકજસિંહ દિલાવરસિંહ, ઝાલા મયુરધ્વજસિંહ લાખુભા અને હિંગોરજા ઝાહીદ અબ્દુલભાઈની પસંદગી કરવામાં આવી છે.

 

હવે આગામી સમયમાં રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેસ્ટીવલમાં આ શિક્ષકો જામનગર જિલ્લાનું નેતૃત્વ કરશે. રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેસ્ટીવલ માટે પસંદ થયેલ શિક્ષકોને બી.આર.સી. કો. ઓર્ડીનેટર આશિષકુમાર રામાનુજ દ્વારા અભિનંદન આપવામાં આવેલ છે…..

 

Related posts

*મોરબીમાં મીની લોકડાઉન : પાંચમી મે સુધી ચા-પાનના લારી ગલ્લા બંધ આવશ્યક ચીજવસ્તુ સિવાય તમામ ધંધા બંધ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રાંગધ્રા એસ. ટી વિભાગ તથા શ્રી રઘુવંશી સમાજ ગૌરવ પરાગ કોટક*

editor

*વાંકાનેર તાલુકાના રાણેકપર ગામ પંચાયત ના મહિલા સરપંચ દ્વારા માનવતાની મહેક મહેકી ઉઠી*

Hello Morbi

Leave a Comment