• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શાંતિધામ ડીસા ખાતે જરૂરિયાતમંદ દર્દીઓ માટે શરૂ કરવામાં આવેલ સરકારી દવાખાનું*

ભારત સરકાર અને ગુજરાત સરકારના નિષ્ઠાપૂર્વકના પ્રયત્નોને લીધે જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે શહેરી વિસ્તારમાં વોર્ડ વાઈઝ દવાખાનાં શરૂ કરાઈ રહ્યાં છે.આ વ્યવસ્થાના ભાગરૂપે ડીસા વોર્ડ નંબર-1 માં આવેલ શાંતિધામ ખાતે ડીસા અર્બન હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્રારા દવાખાનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ અવસરે ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડયા,નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠકકર, શહેર ભાજપ પ્રમુખ પ્રતિકભાઈ પઢિયાર ,શાંતિધામના સ્થાપક ડો.નવીનકાકા,પ્રમુખ ભગવાનભાઈ બંધુ,મંત્રી કનુભાઈ આચાર્ય,ખજાનચી છગનભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ ડો.ચંપકભાઈ ઝાલમોરા,ટ્રસ્ટીઓ મયંકભાઈ પટેલ,ઈશ્ર્વરભાઈ વારડે,આરોગ્ય વિભાગના ડો.જીતેન્દ્રભાઈ ગોસ્વામી, ડો ઉપાસના કોઈટીયા,નિરંજનભાઈ ઠકકર, હિતેશભાઈ, શુભેચ્છક ગ્રુપના સર્વ મફતલાલ મોદી,નાથાલાલ ખત્રી,નટુભાઈ વ્યાસ,બળદેવભાઈ રાયકા, મહેશભાઈ ઉડેચા,દેવચંદભાઈ એન.ઠકકર, દિનેશભાઈ ચોક્સી,મહેશભાઈ મનવર,આર.ડી.ઠકકર, ચંદુભાઈ એટીડી,વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર ચંદ્રિકાબેન તેમજ મંજુલાબેન રાવળ સહિત ખૂબ મોટી સંખ્યામાં અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સૌ વકતાઓએ પંડિત દિનદયાલ ઉપાધ્યાય ઔષધાલયની પ્રશંસા કરી સ્લમ વિસ્તાર અને ગરીબો પ્રત્યેની સરકારની હમદર્દીની પણ સરાહના કરી હતી.આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવોનું ફૂલછડીથી સન્માન કરાયું હતું.મંચસ્થ સૌ મહાનુભાવોએ દવાખાનાનું લોકાર્પણ કરી અનહદ રાજીપો વ્યક્ત કર્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન શાંતિધામના પ્રમુખ ભગવાનભાઈ બંધુએ કર્યું હતું..

Related posts

*HELLO MORBI: મોરબી શહેરમાં કાયદો – વ્યવસ્થા, જાહેર સુલેહ શાંતિ અર્થે મોરબી જિલ્લા પોલીસનું ડ્રોન કેમેરા સાથે ડે-નાઇટ કોમ્બીંગ સર્ચ ઓપરેશન*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લાના હોટલ માલિકો માટે ‘પથિક’ સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું*

editor

*પારડી ગામ પંચાયતની હદમાં પાણીનો પ્રશ્ન હલ થશે સરપંચ મહેશ ભાઈ માટીયા*

Hello Morbi

Leave a Comment