• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કોડીનારમાં જાહેર પરીક્ષા માટે એક એવા વર્ગો કે જ્યાં આપવામાં આવે છે તજજ્ઞો દ્વારા નિશુલ્ક તાલીમ*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

*બી. એસ. કે. કોમ્પિટિટેવ એક્ઝામ ક્લાસ દ્વારા કોડીનાર ખાતે અનુ.જાતિ સમાજ માટે નિશુલ્ક તાલિમ*

 

સમાજે તમારા માટે શુ કર્યુ એ પહેલા એ કહો તમે સમાજ માટે શું કર્યુ ના પે બેક ટુ સોસાયટી ના હેતુથી પ્રારંભ કરવામાં આવેલા નિશુલ્ક તાલીમ વર્ગોમાં કોડીનાર જ નહિ સમગ્ર જિલ્લામાંથી ઘણા ભાઈઓ બહેનો તાલીમ લઈ રહ્યા છે. આ વર્ગનો એક માત્ર હેતુ છે સામાજિકતા અને રાષ્ટ્રીયતાના ઘડતર સાથે સરકારી નોકરીઓ અને જાહેર પરીક્ષાઓની તૈયારી કરાવવી……….!!! સ્પર્ધાત્મક પરીક્ષા સેમિનાર થી શરૂ કરવામાં આવેલા આ વર્ગ એ સામાજિક અર્પણનું ઉતમ ઉદાહરણ પુરુ પાડવામાં આવે છે…….. કોડીનાર શહેર અને તાલુકો એટલે શિક્ષણની દ્રષ્ટિએ અગ્રગણ્ય ગુજરાતના તાલુકામાં સ્થાન ધરાવે છે અને આજના સમયમાં જયારે સમય અને જરૂરિયાત પ્રમાણે સમાજની વ્યક્તિ જીવન વ્યતીત કરી રહી છે અને એક નર્યા સ્વાર્થીવૃત્તિને કારણે સામાજિક સંવાદીતતા લોપ થઈ રહી છે ત્યારે પોતાનો કિમતી સમય આપીને તેમજ પોતાની જરૂરિયાતો અને શોખને તિલાંજલિ આપીને અનુ. જાતિ સમાજ કોડીનાર દ્વારા જે વર્ગો સમાજ માટે…… સમાજ દ્વારા અને સમાજ થી કાર્યરત કરવામાં આવ્યા છે તે પે બેક ટુ સોસાયટી અને મને કાઇ મળ્યુ તો મારે કાઇ આપવું જોઈએ તેવો સામાજિક સંદેશ પાઠવે છે………!! કોડીનાર શહેર અને તાલુકા તેમજ સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના અનુ. જાતિના યુવાનો માટે એક નૂતન તક નું નિર્માણ કરનાર કર્મનિષ્ઠ કર્મચારીઓ તેમજ સામાજિક કાર્યકરો ને અનેક મહાનુભવો દ્વારા વર્ગોની મુલાકાત લઈને તેમને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. હજુ વધુમાં વધુ યુવાનો આ તાલીમ વર્ગોમાં સહભાગી બને માટે રજીસ્ટ્રેશન ૯૧૦૬૨૪૫૧૨૭ તેમજ ઇ મેઈલ kodinarscsociety@gmail.com પર સંપર્ક કરવા જણાવવામાં આવે છે. હજુ પણ જીપીએસસી, યુપીએસસી જેવી વર્ગ ૧,૨ માટેની પરીક્ષાઓની તૈયારી માટે પણ બીએસકે ક્લાસ આયોજન કરી રહ્યુ છે. જેમાં સેવાભાવી તજજ્ઞો તેમજ વધુમાં વધુ વિધાર્થીઓ સહભાગી બને તેવી અપેક્ષા રાખવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર ખાતે આવેલા અનુ.જાતિ સમાજના યુવાનો માટે એક એવા વર્ગો કે ત્યાં નિર્માણ કરી શકે છે તેમનું ઉજવળ ભવિષ્ય…….!!!

Related posts

*ભાવનગર જિલ્લાના મુસ્લીમ એક્તા મંચ ના જિલ્લા પ્રભારી તરીકે રીઝવાન ભાઈ ડેસર ની નિમણુંક કરવામાં આવી*

Hello Morbi

*પડધરી તાલુકાના તરઘડી ગામ ખાતે 18 થી 45 વર્ષ ની વયના લોકો માટે રસી કરન કેમ્પ યોજાયો*

Hello Morbi

*મોરબીમાં આવતીકાલ સોમવારથી આયુર્વેદિક દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરાશે*

Hello Morbi

Leave a Comment