• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મેઘપર મુકામે રાઠોડ પરિવાર દ્વારા સેવા સ્મરણ સત્સંગ સાથે માનવ કલ્યાણના હેતુથી ૪૨મી ભાગવત કથાનું આયોજન*

જોડિયા તાલુકાના મેધપર ગામે હંમેશા જાજરમાન આયોજન અને સમાજ તથા લોક હિતાર્થના સેવા કાર્યમાં હમેશા અગ્રેસર રહેતા સમસ્ત રાઠોડ પરિવારના કુળદેવી શ્રી ચામુંડા માતાજી અને સુરાપુરા શ્રી ભાયાબાપા ના સાનિધ્યમાં સમસ્ત રાઠોડ પરિવારના આંગણે 42 (બેતાલી) વર્ષ થી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. કોરોના મહા મારી બાદ આ વર્ષ કથા નું આયોજન કરવામાં આવેલ છે.

 

જેમાં વ્યાસ આસને ગુજરાત ના સુપ્રસિદ્ધ (રાજકોટ વાળા) કથાકાર શાસ્ત્રી શ્રી હરકિશનભાઈ ત્રિવેદી સંગીતસભર શૈલી માં કથા નું રસપાન આગામી તા.23 એપ્રિલને શનિવાર સવારે ૦9-00 કલાકે પોથી યાત્રા, ગણેશ પૂજન,માતાજીનું પૂજન કરવામાં આવશે કથાનો સમય સવારે 9 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી અને બપોરે 3 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીનો રહેશે. આ કથા દરમિયાન દરરોજ બપોરે 11-30 કલાકે મહા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે તા.29 એપ્રિલને શુક્રવારે કથા પુર્ણાહુતી કરવામાં આવશે.

 

શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં આગામી તા.23 શનિવાર સવારે ૦9-00 કલાકે પોથી યાત્રા, ગણેશ પૂજન,માતાજીનું પૂજન અને બપોરે 03-00 કલાકે મહાત્મય કથા, તા.24 રવીવારે સવારે ૦9-00 કલાકે ભાગવતની રચના, પરિક્ષિત જન્મ, સાંજે 5 કલાકે કપિલ પ્રાગટ્ય, તા.25 સોમવારે સવારે ૦9-00 કલાકે જડ ભરત ચરિત્ર, આજનીલ કથા, સાંજે 5-30 કલાકે નૃસિંહ પ્રાગટ્ય, તા.26 મંગળવારે સવારે 11-00 કલાકે સમુદ્ર મંથન, વામન જન્મ, રામ જન્મ, સાંજે 5-45 કલાકે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ભવ્ય થી ભવ્ય રીતે ઉજવાશે

 

તા.27 બુધવારે સવારે 11-00 કલાકે શ્રી કૃષ્ણબાળ લીલા, ગોવર્ધનપૂજન,રાસ લીલા દર્શન તા.28 ગુરૂવારે સાંજે 05-00 કલાકે ભગવાન શ્રી કૃષ્ણ- રૂક્ષ્મણીજી વિવાહ, મહોત્સવ તા.29 શુક્રવારે સવારે 11-00 કલાકે શ્રી સુદામા ચરિત્ર- હરિહર યુદ્ધ, પરીક્ષિત મોક્ષ ભાગવત કથા વિરામ. તા.30 શનિવાર સવારે 09-00 કલાકે પિતૃ શાન્તિ યજ્ઞ સાથો સાથ દરરોજ રાત્રીના ધૂન મંડળ, ભજન, રાસ ગરબા સહિતના ત્રિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. કથાનો લાભ લેવા રાઠોડ પરિવાર દ્વારા જણાવાયું છે.

 

આ કથા દરમિયાન ભારત વર્ષના સંતો, મહંતો, બ્રહ્મર્ષિઓને આમંત્રિત કરાશે અને તેમના આશીર્વાદ મેળવાશે. આ કથા માત્ર સમસ્ત રાઠોડ પરિવારના પિતૃઓના મોક્ષાર્થ સાથે યોજાઇ રહી છે પણ તમામ સમાજના પિતૃઓના આત્માના શાંતિ અર્થે પણ આયોજન થાય છે.

 

શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના આયોજનમાં કોઈ કચાશ ના રહે તે માટે સમસ્ત રાઠોડ પરિવારના હોદેદારો, કાર્યકરો અને મહિલા પાંખની બહેનોની કમિટીની રચના કરવામાં આવી છે. આ ધાર્મિક કાર્યને દિપાવવા સંસ્થાના ભીખુભાઈ તરશીભાઈ રાઠોડ, ડાયાભાઈ દેવજીભાઈ રાઠોડ, દિનેશભાઈ મુળજીભાઈ રાઠોડ, રાકેશભાઈ નરશિભાઇ રાઠોડ, (રાજકોટ) હિતેશભાઇ ગોરધનભાઈ રાઠોડ (બાલંભા) સહિત રાઠોડ પરિવારનાં આગેવાન ભાઈઓ બહેનો સાથે જોડાઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યોનું જણાવ્યું છે તો પાવનકારી મંગલમય કથાનું રસપાન કરવા દરેક સગા સંબંધી તથા ભાવિક ભક્તોને સહ પરિવાર ને પધારવા રાઠોડ પરિવાર તરફથી ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવે છે.

લી.

પત્રકાર

હિતેશકુમાર જી. રાઠોડ

મો. ૯૦૯૯૦ ૨૫૧૧૩

Related posts

*ભાવનગરના દસ વર્ષ ના બાળ રોજેદારે આખો માસ રમજાનના રોજા રાખી કરી ખુદાની બંદગી*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી ૨૨ મે ના રોજ યોજાશે*

editor

*મોરબી જલારામ મંદિર દ્વારા છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન પ્રતિવર્ષ જલારામ જયંતિ ના પાવન પર્વ નિમિતે વિશેષ વ્યક્તિઓ ના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવા મા આવે છે.*

Hello Morbi

Leave a Comment