• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો*

રિપોર્ટ: એ.બી. શાહમદાર મોરબી

મોરબી જીલ્લા માટે મંજુર થયેલ સરકારી કોલેજમાં ફેરફાર કરવામાં આવ્યો હોય જેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા છ દિવસના ધરણા કરવાનું એલાન કરાયું હતું જે અંતર્ગત આજે કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોએ ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો

 

મોરબીને સરકારી મેડીકલ કોલેજ આપવાની માંગ સાથે સરદાર બાગ નજીક કોંગ્રેસ દ્વારા આજે ધરણા શરુ કરવામાં આવ્યા હતા જેમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ, પ્રદેશ અગ્રણી મનોજ પનારા, કે ડી પડસુંબીયા, રમેશભાઈ રબારી સહિત વાંકાનેર કુવાડવા મત વિસ્તારના ધારાસભ્ય મહંમદ જાવીદ પીરઝાદા સહિતના મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો યુવાનો આગેવાનો જોડાયા હતા અને મોરબીને મેડીકલ કોલેજ આપવાની માંગ સાથે છ દિવસ સુધી ધરણા કરાશે અને મોરબીને સરકારી મેડીકલ કોલેજ અપાવીને જ જંપીશું તેવો હુંકાર પણ કોંગ્રેસ આગેવાનોએ કર્યો હતો

Related posts

*ડીસા જલારામ મંદિરે હિમાલય-ગંગોત્રીના સંત સીતારામ બાપુની થઈ પધરામણી*

Hello Morbi

*જાગા સ્વામી મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજ મોરબી ના નવા હોદ્દેદારોની વરણી કરાઈ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી પોરબંદરના પત્રકારનું વાંકાનેરમાં પ્રસંગિક મિલન મુલાકાત*

editor

Leave a Comment