• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઘાંટવડ ગામમાં મહેતા હોસ્પીટલ ઉના દ્વારા સર્વ નિદાન ફ્રી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

આજ રોજ કોડીનાર તાલુકા ના ઘાંટવડ ગામે તારીખ ૧/૫/૨૦૨૨ ને રવિવાર ના રોજ સવારે ૧૧/૩૦ થી ૨/૦૦ વાગ્યા સુધી ઘાંટવડ પ્રાથમિક કુમાર શાળા આ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી મહેતા શ્રીમતી ગાર્ડી અને ભાનુ જનરલ હોસ્પિટલ અને એવરેસ્ટ હોસ્પિટલ કોમ્પલેક્ષ પરિવાર તેમજ ઘાંટવડ ગ્રામ પંચાયતના સહયોગથી ઘાંટવડ ગામે ફ્રી નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું સંસ્થાના માજી પ્રમુખ તથા મુખ્ય દાતાશ્રી સ્વ. વાડીલાલ નંદલાલ શાહ તેમજ સ્વ. હિરાબેન વાડીલાલ શાહ (એવરેસ્ડ મસાલા) ના સ્મરણાર્થે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું

ઘાંટવડ તથા આસપાસના ગ્રામજનો આ કેમ્પ નો લાભ લેવામાં આવ્યો હતો, ઘાંટવડનાં આંગણે શ્રી મહેતા હોસ્પિટલ તરફથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નીચે મુજબનાં વિભાગોમાં નિદાન ફ્રી તથા ઓપરેશનો રાહત દરે કરી આપવામાં આવે તેવું જણાવ્યું હતું જરૂરીયાત મંદ દર્દીઓએ બહોળી સંખ્યામાં આ કેમ્પનો અવશ્ય લાભ લીધો હતો જનરલ તથા લેપ્રોસ્કોપિક સર્જરી વિભાગમાં સારણગાંઠ, વધરાવળ, હરસ, મસા, ભગંદર, પથરી (પેટના રોગો) તથા દરેક પ્રકારની ગાંઠના ઓપરેશનો, વેરીકોઝ વેઇનના તમામ પ્રકારનાં ઓપરેશનો કરી આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું તથા સ્ત્રીરોગ વિભાગમાં કોથળીનાં ઓપરેશન, નોર્મલ, ક્રિટીકલ, સીઝરીયન તથા અતિ ગંભીર પ્રેગનેન્સી, ટાંકા વગરનાં ઓપરેશનો રાહત દરે કરી આપવામાં આવશે. ઓર્થો વિભાગમાં હાડકાને લગતા તમામ રોગોનું ફ્રી નિદાન કરી આપવામાં આવશે. – આંખ વિભાગમાં આંખને લગતા તમામ રોગોનું ફ્રી નિદાન કરી આપવામાં આવશે.જ બાળરોગ વિભાગમાં નવજાત શીશુ તથા બાળકોને લગતા તમામ પ્રકારના રોગનું ફ્રી નિદાન કરવામાં આવ્યું હતું આ કેમ્પ માં ઉના થી ડોક્ટરો એ સેવા આપવામાં આવી હતી નથી સેવા આપનાર ડોકટરશ્રીઓ

ડૉ. પંખીલ પટેલ (એમ.એસ. સર્જન) લેપ્રોસ્કોપી સર્જન ડૉ. મયંક લુણાગરીયા (એમ.એસ. ગાયનેકોલોજીસ્ટ)લેપ્રોસ્કોપી : સ્ત્રીરોગ વિભાગ

ડૉ. ભાવિન કાપડીયા (ઓર્થો સર્જન)

ડૉ. હેમલ હોથી (એમ.એસ. ઓપ્થલ)

ડો. કુલદિપસિંહ લાલકીયા (જનરલ વિભાગ) વિશેષ સુવિધાઓ

જનરલ તથા લેપ્રોસ્કોપિક વિભાગ

– બાળરોગ વિભાગ ઓર્થોપેડિક વિભાગ

આંખ વિભાગ- જનરલ વિભાગ

ડૉ. અભિષ ચોરસીયા (પીડીયાટ્રીશ્યન)

માં અમૃતમ્ અને આયુષ્યમાન ભારત, બાલસખા ૧, ૨, ૩ આ યોજના અંતગર્ત પેકેજ અનુસાર દરેક પ્રકારનાં ઓપરેશનો તદન ફ્રી કરી આપવામાં આવી હતી આજ રોજ આ કેમ્પ માં ૩૦૦ થી વધુ લોકોએ સારવાર લીધી હતી આ કેમ્પમાં ઘાંટવડ ગામના આગેવાનો દ્વારા ખાસ હાજરી આપવા માં આવી હતી જેમાં હાજર રહેનાર સરપંચ શ્રી રફિકભાઈ મહેતર તથા ઉપ સરપંચ નટવર સિંહ મકવાણા પૂર્વ સરપંચ વાલજીભાઈ ઘાટવડ પંચાયત સદસ્ય પ્રતાપભાઈ તથા કરસનભાઈ તથા દિલીપભાઇ તથા ઘાટવડ પ્રા.આરોગ્ય કેન્દ્ર ના પુરુષ સુપરવાઈઝર શ્રીઈસ્માઈલભાઈ સેલોત તથા ગામના યુવાનો અને આગેવાનો હાજર રહ્યા હતા અને આ કેમ્પને સફળ બનાવવા પુરી જહેમત ઉઠાવી હતી

Related posts

*HELLO MORBI NEWS:માળીયા (મિં) તાલુકાના વવાણીયા ગામે રહેણાંક મકાનમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- 232 પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

editor

BCCI President Sourav Ganguly says IPL 2020 will be truncated if it happens

Admin

*જોડિયાના હડિયાણા ગામે ભીમાણી પરિવાર દ્વારા સતી માતાજીના મંદિરે રાસ ગરબા નો કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

Leave a Comment