• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસે પટેલ ટાયર હબ નામની દુકાનમાંથી રોકડા રૂપિયા ૩,૩૦,000/- ની થયેલ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી એક સ્ત્રીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસે પટેલ ટાયર હબ નામની દુકાનમાંથી રોકડા રૂપિયા ૩,૩૦,000/- ની થયેલ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી એક સ્ત્રીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી
તા-૨૫/૦૮/૨૦૨૩.
શ્રી અશોકકુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીનાઓને મોરબી જીલ્લામાં બનતા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ અનડીટેકટ ગુનઓ શોધી કાઢવા સારૂ શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર શ્રી એલ.સી.બી. મોરબી નાઓને સુચના કરેલ હોય જે અન્વયે શ્રી કે.એચ.ભોચીયા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા.
તા.૨૦/૦૮/૨૦૨૩ ના રોજ મોરબી મહેન્દ્રનગર ચોકડી નજીક પ્રકૃતિ સોસાયટીના ગેઇટ સામે પટેલ ટાયર હબ નામની દુકાનમાં બપોરના સમયે દુકાનમાં કોઇ હાજર ન હોય તે વખતે કોઇ અજાણી સ્ત્રી દુકાનમાં પ્રવેશ કરી દુકાનના ટેબલના ખાનામાં રાખેલ રોકડા રૂપિયા ૩,૩૦,૦૦૦/- ની ચોરી કરી લઇ ગયેલ હોય જે બાબતે ફરીયાદીશ્રી જેનીલભાઇ અશ્વિનભાઇ આદ્રોજા રહે.મોરબી શનાળા રોડ વાળાએ તા.૨૫/૦૮/૨૩ ના રોજ મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવેલ હોય જે ગુન્હામાં સંડોવાયેલ અજાણી સ્ત્રી તથા મુદામાલની શોધખોળ અર્થે એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડના માણસોને ખાનગી રાહે હકિકત મળેલ કે, સદર ગુન્હાને અજામ આપનાર અજાણી સ્ત્રી મોરબી મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ ખુલ્લા બગીચામાં બેઠેલ હોય જે બાબતે તપાસ કરતા મજકુર સ્ત્રી મુદામાલ સાથે મળી આવતા તેણીની પાસેથી દુકાનમાંથી ચોરી કરેલ રોકડ રૂપિયા ૩,૩૦,૦૦૦/- ની રીકવરી કરી સદર ગુન્હો વણશોધાયેલ હોય જે વણશોધાયેલ ગુન્હો ગણતરીની કલાકોમાં શોધી કાઢી ચોરીમાં ગયેલ તમામ રોકડ રૂપિયા ૩,૩૦,૦૦૦/- રીકવર કરવામાં મોરબી એલ.સી.બી.ને સફળતા મળેલ છે. જે અજાણી સ્ત્રી તથા મુદામાલ આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડીવી પો.સ્ટે.તરફ સોપેલ છે.
પકડાયેલ સ્ત્રીનું નામ સરનામુ –
સપનાબેન ડો./ઓ. બચુભાઇ રમુભાઇ ચાડમીયા ઉ.વ.૨૨ રહે. હાલ હરિઓમપાર્ક સોસાયટી સામે, હેલીપેડ પાસે, હળવદ-મોરબી હાઇવેરોડ, ખુલ્લાપટ્ટમાં, મોરબી મુળ રહે. કાલાવાડ, કામનાથપરા તા.કાલાવાડ જી. જામનગર
પકડાયેલ મુદામાલની વિગત –
રોકડા રૂપિયા ૩,૩૦,૦૦૦/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી, કે.એચ.ભોચીયા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં

Related posts

*HELLO MORBI: પડધરી: હર ઘર તિરંગા રેલીનું આયોજન કરાયું*

editor

*HELLO MORBI NEWS:મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા મોરબી નાગરીક બેંક ના પૂર્વ ડીરેક્ટર તથા શ્રી લોહાણા મહાજન-મોરબી ના મંત્રી શ્રી નરેન્દ્રભાઈ રાચ્છ*

editor

*મોરબીમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક હજાર વૃક્ષો નું રોપાણ પણ કરીને તેનું સતત જતન કરવાના પ્રયાસો કરતી સંસ્થા: માનવ વેલ્ફેર ફાઉન્ડેશન*

Hello Morbi

Leave a Comment