• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કોડીનારના કાજ ગામે આંબેડકર જયંતીની બહુજન સમાજ દ્વારા ભવ્ય ઉજવણી*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

*એપ્રિલ માસ એટલે આંબેડકર માસ જેવો માહોલ કોડીનાર કાજ ગામમાં છવાયો*

 

ગીર સોમનાથ જિલ્લાના કાજ ગામે ભીમ જયંતી નિમિતે રેલી અને ભવ્ય શોભાયાત્રા તેમજ વિધાર્થીઓ અને તાલીમાર્થીઓ તથા જાહેર પરીક્ષામાં ઉતીર્ણ થનાર પ્રત્યેક સમાજના શ્રેષ્ઠ હીરલાઓનું સન્માન કાર્યક્રમ આજે સમસ્ત બહુજન સમાજ દ્વારા આયોજિત ભીમ જયંતી કાર્યક્રમમાં કાજ ગામના નવ યુવાનો અને અગ્રણીઓ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી અને આંબેડકર જયંતિના કાર્યક્રમને સફળ અને અસરકારક બનાવ્યો હતો. સવારમાં બાબા ભીમરાવ આંબેડકર સાહેબની રેલી અને ભવ્ય શોભાયાત્રામાં યુવાનો સાથે સમગ્ર બહુજનો ડોલી ઊઠયા હતા………!!! સાંજે સન્માન સમારોહ, પ્રાસંગિક ઉદબોધન તેમા ઘણા લોકોને સમાજની હાજરીમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ખૂબ મોટી સંખ્યામાં રેલીમાં લોકો હજાર રહ્યા હતા. સન્માન સમારોહ અને કાર્યક્રમ આગળ ભીમ ભજન લાઈવ કાર્યક્રમ અંતર્ગત સમાજના બહુજન કલાકારોએ ભીમ ભજનો રજૂ કર્યા હતા.સમગ્ર કાર્યક્રમ સંચાલન કાજ ગામના યુવાનો દ્વારા અને સન્માન કાર્યક્રમ સંચાલન રાજેન્દ્રભાઈ વાઢેળ દ્વારા કરવામાં આવ્યું હતુ. શ્રી હરિભાઇ સોસા અગ્રણી કાજ ગામ સમસ્ત આયોજનમાં પાયાના પથ્થર તરીકે ભૂમિકા ભજવી હતી તેમજ કાજ ગામના સામાજિક રાજકીય અગ્રણીઓ, કર્મચારીઓ અને વિધાર્થીઓ તેમજ યુવાનોની ટીમ દ્વારા સતત જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ભીમ વંદન અને બુદ્ધ વંદના કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો અને આજના શુભ પ્રસંગે રાજેશ સોલંકી દ્વારા કાજ ગામે ઉપસ્થિત સર્વ સમાજના તેમજ બહુજન સમાજના લોકો સમક્ષ આજના યુગની જરૂરિયાત મુજબ સમાજ સમક્ષ પે બેક ટૂ સોસાયટી અને કોડીનાર શરૂ કરવામાં આવેલા ડૉ. ભીમરાવ શૈક્ષણિક સંકુલમાં દિવંગત બી. એસ. કાતિરા સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ વર્ગ અને આજના સમયમાં કાયદો, શિક્ષણ અને રોજગાર વિષયક માહિતી અને માર્ગદર્શન સાથે સમાજ સ્વનિર્ભર બને સ્વાભિમાની બને તેમજ વધુમાં વધુ લોકો રોજગારી, ધંધો, વ્યવસાય અને સરકારી નોકરી કરતા બને માટે અનુસૂચિત જાતિ સમાજ સંચાલિત પ્રશિક્ષણ વર્ગોમાં લાભ લઈને સામાજિક વિકાસ કરે તેવી રજૂઆતો સમાજ સમક્ષ કરવામાં આવી હતી…….. આ ઉપરાંત અલગ અલગ પરીક્ષામાં ઉચ્ચ પરિણામ લાવીને તેમજ જાહેર પરીક્ષામાં ઉતીર્ણ થઈને સમાજનું નામ રોશન કરનાર તમામ હિરલાઓ અને વિરલાઓ નું સન્માન કરી અન્ય લોકો પ્રોત્સાહિત થાય તેવી લાગણી આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. સમગ્ર દિવસ દરમ્યાન કાજ ગામમાં જય ભીમના નારાથી ગામની ગલીઓ ગુંજી ઊઠી હતી તેમજ જય ભીમ ના નારા સાથે યુવાનો, મહિલાઓ, બાળકો અને વૃદ્ધ તમામએ સહર્ષ ભાગ લીધો હતો. આજે ખૂબ જ શાંતિપૂર્ણ રીતે સર્વ સમાજના લોકો દ્વારા ઉમદા સહકાર આપી એક એકતા અને સામાજિક સમરસતા નો સંદેશો આપ્યો હતો……… એપ્રિલ માસના અંતમાં કાજ ગામમાં આયોજિત ભીમ જયંતી કાર્યક્રમ એક સામાજિક સમરસતા અને સંવાદીતતા નું ઉતમ ઉદાહરણ પુરુ પાડે છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કાજ ગામે ભવ્ય ભીમ જયંતિનું યુવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

 

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: શ્રીનાનીવાવડી કુમાર શાળાના શિક્ષક શ્રીવિનોદભાઈ મકવાણા સાહેબ નો વિદાય કાર્યક્રમ યોજાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આઇસગેટ પોર્ટલ માં ફ્રોડનો પર્દાફાસ કરતા પોલિસતંત્ર નો આભાર વ્યક્ત કરતા મોરબી સિરામિક એસોસિએશન*

editor

*HELLO MORBI:ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જન્મસ્થળની મુલાકાત લેતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી*

editor

Leave a Comment