• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ મંદિર ખાતે આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૧૮૬ દર્દીઓએ લાભ લીધો*

* મોરબી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા ના સહયોગથી યોજાયેલ નેત્રમણી કેમ્પ માં મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા, જીજ્ઞેશભાઈ કૈલા, હંસરાજભાઈ કૈલા, તરૂણભાઈ અઘારા, નૈમિષભાઈ પંડિત સહીતના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતી .*

 

*અત્યાર સુધી ના ૯ કેમ્પ મા કુલ ૩૨૬૭ લોકોએ લાભ લીધો.*

 

સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત તા.૪–૫-૨૦૨૨ બુધવાર ના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા ૧૮૬ દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો હતો તે ઉપરાંત ૬૧ લોકો ના આવતીકાલે નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા મા આવશે. શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે.

પ્રવર્તમાન માસ નો કેમ્પ મોરબી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતિ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા પરિવાર ના સહયોગથી યોજવા મા આવેલ હતો. આ તકે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જીજ્ઞેશભાઈ કૈલા, મોરબી જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા, હંસરાજભાઈ કૈલા, તરૂણભાઈ અઘારા, નૈમિષભાઈ પંડિત સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર ખાતે ગત ૮ માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પ મા કુલ ૩૦૮૧ લોકોએ લાભ લીધેલ છે તેમજ કુલ ૧૪૧૨ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવા મા આવેલ છે ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પ મા કુલ ૧૮૬ લોકોએ લાભ લીધો હતો તેમજ ૬૧ લોકો ના આવતીકાલે નેત્રમણી ઓપરેશન થશે.

કેમ્પ ને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,નરેશભાઈ ઠક્કર, અમિત પોપટ, જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, હીતેશ જાની, કીશોરભાઈ ઘેલાણી, ફીરોઝ ભાઈ તથા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના આગેવાનો એ જહેમત ઉઠાવી હતી. દર મહીના ની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પ મા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે શ્રી ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, શ્રી હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, શ્રી નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે.

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ-શ્રી જલારામ સેવા મંડળ

મંત્રી-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ

Related posts

*જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા કરાયો યાત્રા-પ્રવાસ*

Hello Morbi

*HELLO MORBI:*શ્રી જલારામ મંદિર-મોરબી સ્થિત જલિયાણેશ્વર મહાદેવ ખાતે મહાશિવરાત્રી નાં પાવન પર્વ નિમિતે મહાઆરતી તેમજ મહાપ્રસાદ યોજાશે.*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લા ભાજપ દ્વારા કારગિલ વિજય દિવસ નિમિતે કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment