
મોરબી તાલુકાના વાંકડા ગામની સીમમાં કાચા રસ્તેથી દેશીદારૂનો મસમોટો જથ્થો ભરેલ મહેન્દ્ર TUV 300 કાર પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ.
પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ, ભુજ નાઓએ પ્રોહી./જુગાર અંગેની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી મોરબી જીલ્લા ની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી મોરબી વિભાગ ના સીધા માર્ગદર્શન હેઠળ વધુમાં વધુ પ્રોહી./જુગારના કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને આજરોજ પોલીસ ઇન્સ્પેકટરશ્રી મોરબી તાલુકા, મોરબી નાઓની સુચના તેમજ માર્ગદર્શન અનુસાર સર્વેલન્સ સ્ટાફના મણસો પ્રોહી./જુગાર અંગે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, “એક સદેફ કલરની મહેન્દ્રા કંપનીની નંબર પ્લેટ વગરની TUV 300 કાર વાળીમાં ગે.કા.રીતે પાસ પરમીટ વગર કૈફી પીણુ ભરી માળીયા (મિં) મોરબી તરફ આવે છે” જે મતલબેલની હક્કીતના આધારે રેઇડ કરતા નીચેને વિગતે મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂધ્ધ અત્રેના મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરેલ છે
પકડવાનો બાકી આરોપી :-
1. મહેન્દ્ર કંપનીની TUV 300 કાર જેના ચેસીસ નંબર MA1NA2VZXJ6H42587 તથા એન્જી નંબર VZJ6H74986 नो याङ> કબ્જે કરેલ મુદ્દામાલ ઃ
૧) દેશીદારૂ લી-૮૦૦ કિં.રૂ.૧૬૦૦૦૦/-
૨) મહેન્દ્ર કંપનીની TUV 300 કાર જેના ચેસીસ નંબર MA1NA2VZXJ6H42587 તથા એન્જી નંબર VZJ6H74986 કિં.રૂ.૪,૦૦,૦૦૦/- એમ મળી કુલ્લે રૂ.૫,૬૦,૦૦૦/- મુદ્દામાલ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- પોલીસ ઇન્સપેકટરશ્રી એન.એસ.ઘેટીયા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.
