• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*અમીને શરીયત એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા*  *હુઝુર તાજુશ્શરીઆહનાં શહઝાદા સહીત ભારતના મશહુર ઉલેમાઓ હાજરી આપશે*  *ધ્રોલમાં રવીવારે ભવ્ય દસ્તારબંધી*

શરદ એમ.રાવલ.હડિયાણા..

દીની અને દુન્યવી તાલીમ આપીને બાળકોનું ઘડતર કરતી ધ્રોલ સ્થિત અમીને શરીયત એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ચાર વર્ષ બાદ આગામી રવીવારે જશને દસ્તારબંધીનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં હુઝુર તાજુશ્શરીઆહનાં શહઝાદા સહીત દેશના વિખ્યાત ઉલેમાઓ હાજરી આપશે અને એક જાજરમાન કાર્યક્રમ યોજાશે, અત્રે નોંધનીય છે કે આ ટ્રસ્ટ દ્વારા ગરીબ મુસ્લિમ બાળકોનાં ઉત્કર્ષ માટે શિક્ષણ તથા ધાર્મિકતાલીમ સહિતની ઉમદા સેવા આપવામાં આવી રહી છે અને ઉસ્માનગનીબાપુનાં વડપણ હેઠળ વર્ષોથી આ સંસ્થા કાર્યરત છે

એક યાદીમાં જણાવવામાં આવ્યા મુજબ અમીને શરીયત એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જે દારૂલ ઉલુમ અન્વારે મુસ્તફા ચલાવવામાં આવે છે તેમાં તાલીમ પૂર્ણ કરી ચુકેલા તમામ યુવાનોને નિયમ મુજબ જુદી-જુદી સનદથી નવાઝાવામાં આવે છે, ઓલેમાં હુફાઝ વ કુર્રા વગેરેની દસ્તારબંધી તા.૨૯-૦૫-૨૨ રવિવારે મુ.તા.૨૭ શવ્વાલ હિજરી ૧૪૪૩નાં રોજ ઇશાની નમાઝ બાદ અમીને શરીયત એજ્યુકેશન ટ્રસ્ટનાં મેદાન ખાતે યોજવામાં આવશે.

આ ભવ્ય દસ્તારબંધીમાં હુઝુર કાઈદે મિલ્લત કઝીયુલ કુઝઝાત-ફીલહિન્દ શહઝાદા-એ-હુઝુર તાજુશ્શરીઆહ (રહમતુલ્લાહ અલયહ)ની ખાસ નુરાની ઉપસ્થિતિથી કાર્યક્રમને ચાર ચાંદ લાગશે, આ ઉપરાંત દેશના મશહુર સાદાતે ઈઝામ વ ઉલેમાએ કીરામ પણ દસ્તારબંધીનાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે,ચાર વર્ષ બાદ આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને અમીને શરીયત એજ્યુકેશન ટ્રસ્ટનું શુન્યમાંથી સર્જન કરીને એક મોટો ઇદારો બનાવવામાં સફળ થયેલા ઉસ્માનગનીબાપુનાં વડપણ હેઠળ પ્રોગ્રામને બનાવવા માટે તૈયારીઓ ચાલી રહી છે…..

Related posts

*HELLO MORBI: ટંકારા તાલુકાના નિવૃત ફોજી જવાનોનું ઘરે જઈ સન્માન કરતા બીજેપી અગ્રણીઓ*

editor

*HELLO MORBI NEWS:નવલખી પાટાવાળી મેલડી માતાજી નો નવરંગ માંડવો મહાપ્રસાદ ધામધૂમથી ઉજવાશે*

editor

*મધ્યપ્રદેશ ના યશસ્વી મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ ની મોરબી મુકામે યોજાનાર જનસમર્થન સભા માં જવા માટે મોરબી જલારામ મંદિર ખાતેથી બપોરે ૩ કલાકે પ્રસ્થાન કરવા માં આવશે.*

Hello Morbi

Leave a Comment